ટ્રાન્સપોર્ટમાં આવેલ દારૂ સપ્લાય થાય તે પહેલા જ પોલીસ ત્રાટકી : 204 બોટલ જપ્ત

21 September 2023 05:37 PM
Rajkot
  • ટ્રાન્સપોર્ટમાં આવેલ દારૂ સપ્લાય થાય તે  પહેલા જ પોલીસ ત્રાટકી : 204 બોટલ જપ્ત

લાતી પ્લોટમાં એલસીબી ઝોન-1ની ટીમે દરોડો પાડી બે શખ્સોને દબોચી શરાબ અને ટેમ્પો મળી રૂા. 1.77 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ, તા.21 : લાતી પ્લોટ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટમાં આવેલ દારૂ સપ્લાય થાય તે પહેલા એલસીબી ઝોન-1ની ટીમે દરોડો પાડી 204 બોટલ દારૂ સાથે બે શખ્સોને દબોચી રૂા. 1.77 લાખના મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડાની વિગત અનુસાર, એલ.સી.બી. ઝોન-1ના હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ ઝાલા કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો

ત્યારે કુવાડવા રોડ લાતી પ્લોટ શેરી નં.7માં ટ્રાન્સપોર્ટમાંથી આવેલ બોકસમાં દારૂનો જથ્થો ટેમ્પામાં ભરી સપ્લાય કરવા નીકળવાનો હોવાથી ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જયેશ વલ્લભજી બારૈયા (ઉ.વ.36, રહે. વલ્લભ વિદ્યાનગર શેરી નં.3) અને બલભદ્રસિંહ વનરાજસિંહ રાણા (ઉ.વ.37,: રહે. ચંદ્રેશનગર શેરી નં.6)ને દબોચી ટેમ્પામાંથી વિદેશી દારૂની 204 બોટલ કબ્જે કરી દારૂ, ટેમ્પો અને મોબાઇલ મળી રૂા. 1.77 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે દારૂ કયાં સપ્લાય કરવાનો હતો તે અંગે પુછપરછ હાથ ધરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement