રાજકોટ,તા.21
મોટરકાર પ્રકારના ટ્રાન્સપોર્ટ વાહનો માટે Gj 03 NF સિરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરો માટે 22/09/2023થી ઓક્શન શરૂ કરવામાં આવેલ છે, જેના ગોલ્ડન તથા સિલ્વર નંબરો (પસંદગી નંબરો) મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ parivahan.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ગોલ્ડન, સિલ્વર નંબરો મેળવવા માટે તા.22/9 થી તા. 04/10 સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે તથા તા.04/10 થી તા.06/10ના સાંજના 04:00 કલાક સુધી ઓનલાઇન બિડીગ પ્રક્રિયા પૂર્ણ થયા તા.06/10ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે.
ઓનલાઇન ઑક્શનમાં ભાગ લેનાર અરજદારે મુખ્ય કામગીરી માટે parivahan.gov.in પર નોંધણી,યુઝર આઇડી, પાસવર્ડ તૈયાર કરવા હરાજીની પ્રક્રિયામાં ભાગ લઇ ચુકવણું કરવાનું રહશે અને વાહન નંબર મેળવી હરાજીની પ્રક્રિયા પુર્ણ થયાના 5 (પાંચ) દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. ઓકશનમાં ભાગ લેવા માટે વાહન વેચાણ તારીખથી સાત દિવસ સુધીમાં CNA ફોર્મ ઓનલાઇન ભરેલ હોવું જરૂરી છે, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.