રાજકોટ તા.21 : પેડક રોડ પરથી ચોરાઉ બાઈક સાથે જુનાગઢના શખ્સને બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો હતો. પ્રાપ્ત વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. આર.જી.બારોટની રાહબરીમાં હેડકોન્સ્ટેબલ રાજેશ બાળા અને ભાનુશંકર ધાંધલા પેટ્રોલીંગમાં હતો ત્યારે પેડક રોડ પર પાણીના ટાંકા પાસેથી ચોરાઉ બાઈક સાથે ત્રીકમ ગંગારામ વાઘેલા (રહે.દોલતપરા, જુનાગઢ)ને દબોચી 40 હજારનો મુદામાલ કબ્જે કરી બી ડીવીઝન પોલીસનો ગુનો ડીટેકટ કર્યો હતો.