◙ ભાજપની મહિલા સાંસદ દિલ્હીની મહિલા કોર્પોરેટરો અને અન્ય મહિલા નેતાઓ સમારોહમાં ઉપસ્થિત
નવી દિલ્હી,તા.22
સંસદ અને વિધાનસભાઓમાં મહિલા સશકિતકરણની રાહ છેલ્લા 27 વર્ષથી પડેલો દુકાળ ખતમ થયો છે અને નવા સંસદભવનમાં પહેલા સત્રમાં જ 33 ટકા મહિલા અનામત અર્થાત નારી શકિત વંદન વિધેયક પસાર કરીને નવો ઈતિહાસ રચવામાં આવ્યો હતો.
બુધવારે લોકસભામાં અને ગુરૂવારે રાજયસભામાં પણ આ વિધેયક સ્પષ્ટ બહુમતીથી પસાર થઈ ગયુ હતું જેની ખુશીમાં આજે ભાજપની મહિલા સાંસદો સહીત અન્ય
પ્રતિનિધિ મહિલાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીનાં મુખ્યાલયમાં વડાપ્રધાન મોદીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપની બધી મહિલા સાંસદો, દિલ્હીનાં બધી કોર્પોરેટર મહિલાઓ તેમજ અન્ય મહિલા જન પ્રતિનિધિઓ ઉપસ્થિત હતી.
ઉલ્લેખનીય છે કે, લોકસભા અને રાજયસભામાં 33 ટકા મહિલા અનામત નારી શકિત વંદન વિધેયક પસાર થઈ ગયુ હતું અને ગત રાત્રે રાજયસભામાં પણ આ વિધેયક પસાર થઈ ગયુ હતું. આ વિધેયકની તરફેણમાં 214, વોટ પડયા હતા. જયારે વિરૂદ્ધનો એકપણ વોટ નહોતો પડયો.
આ વિધેયકને લઈને વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે સંસદમાં નારી શકિત વંદન અધિનિયમ પસાર થવાની સાથે આપણે મહિલાઓ માટે મજબૂત સશકિતકરણ અને પ્રતિનિધિત્વના યુગની શરૂઆત કરીએ છીએ.