અદાણી ગ્રુપ કાનપુરમાં 13 પ્રકારની રાયફલ અને પિસ્તોલનું નિર્માણ કરશે

22 September 2023 10:39 AM
Business India
  • અદાણી ગ્રુપ કાનપુરમાં 13 પ્રકારની રાયફલ અને પિસ્તોલનું નિર્માણ કરશે

અદાણીએ હવે બંદુક-પિસ્તોલના વ્યવસાયમાં ઝુકાવ્યુ

કાનપુર,તા.22
અદાણી ગ્રુપ હવે બંદુક અને પિસ્તોલ બનાવવાનાં વ્યવસાયમાં ઝંપલાવશે. અદાણી ગ્રુપ કાનપુરમાં 13 પ્રકારની પિસ્તોલ અને રાયફલ બનાવશે.યુપી ડિફેન્સ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરનાં કાનપુર સ્થિત પ્લોટ નંબર એસ-3 ને નિર્માણ સ્થળ માટે એસ-3નું નિર્માણ સ્થળ માટે પસંદ કરવામાં આવ્યું છે.

અહી 20 એમએમ કેલિબરથી માંડીને 155 એમએમ કેલિબર સુધીની ગન મજ કારતુસની રેન્જ તૈયાર થશે. તેમાં અદાણી ગ્રુપની કંપની કેર, બેલીસ્ટા સીસ્ટમ લીમીટેડને ઈઝરાયેલની કંપની એલ્બિટ સીસ્ટમ સહયોગ આપશે.

બન્ને કંપનીઓ વચ્ચે આની સમજુતી થઈ ચુકી છે. કેરોબિલીસ્ટાએ બધી 13 પ્રકારની ગન અને આર્ટીલરી રેન્જ માટે ડિફેન્સ લાયસન્સ પણ હાંસલ કરીને ઉદ્યોગ વિભાગને સોંપી દીધી છે. અદાણી ગ્રુપે એ પણ જણાવ્યું હતું કે કઈ કઈ કેલિબરની બંદુક સીસ્ટમ અને આર્ટીલરી અહીં વિકસીત થશે.તેના પર હાલ 300 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

દર વર્ષે અહી 300 બંદુક સીસ્ટમનું ઉત્પાદન કરાશે.અહીં ત્રણેય સેનાની પાંખની જરૂરતોનાં હિસાબે પણ આર્ટીલરી વિકસીત કરાશે તેમાં મોટાભાગની બંદુકો જમીન પર રાખીને દુશ્મનો પર વાર કરવા માટે છે.

ઉત્પાદન કેરો બેલીસ્ટાનાં નિર્દેશક અશોક વાઘવાને ઉદ્યોગ વિભાગને જે રીપોર્ટ મોકલ્યો છે. તે અનુસાર વર્ષ 2024 માં ગનનુ ઉત્પાદન શરૂ કરાશે. એક લાખ રૂપિયાના દર મહિને ભાડા પર જમીન અદાણી ગ્રુપે લીધી છે જે યુપીડા દ્વારા 106 હેકટરમાંથી 5 એકર ફાળવાઈ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement