► એસ.ટી. સમુદાયમાં અનામતનો લાભ મર્યાદીત શક્તિશાળી જૂથો જ મેળવતા હોવાના આંકડા પછી હવે આ અનામતમાં કવોટા નિશ્ચીત કરવા વિચારણા: આંકડા તૈયાર
નવી દિલ્હી: 2029 સુધીમાં મહિલા અનામત નિશ્ચીત કર્યા બાદ હવે મોદી સરકાર શેડયુલ કાસ્ટ- અનુસૂચિત જાતિ તે જે અનામત મળે છે તેમાં પણ આંતરિક અનામતની જોગવાઈ કરવા જઈ રહી છે. ખાસ કરીને દક્ષિણના રાજયોમાં એસ.સી. અનામતનો લાભ ફકત થોડો પ્રભાવશાળી જાતિમાંજ લઈ જાય છે. જયારે આ કેટેગરીમાં આવતી નાની જ્ઞાતિઓ કે સમુદાયને ભાગ્યે જ આ પ્રકારે અનામતનો લાભ મળે છે. મોદી સરકાર હવે એસ.સી. અનામતમાં જે જ્ઞાતિઓને અનામતનો લાભ મળતો નથી અથવા ઓછો મળ્યો છે
તેના આંકડાના આધારે હવે આ કેટેગરીની અનામતમાં હવે આ પ્રકારની જ્ઞાતિઓ માટે ખાસ આંતરિક અનામતનો લાભ મળે તે માટે કવોટા નિશ્ચીત કરશે. ખાસ કરીને તેલંગાણામાં ધારાસભા ચુંટણી પુર્વે મોદી સરકાર આ રાજયમાં ભાજપને માટે ખાસ એક વર્ગને સાથે રાખવા આ ઉપાય કરશે. તેલંગાણામાં મડીગા સમુદાયની સતત એ ફરિયાદ છે કે એસ.સી. અનામતનો લાભ આ વર્ગના પ્રભાવશાળી વર્ગ જ લઈ જાય છે. તેલંગાણા શેડયુલ કાસ્ટના 17% લોકો છે. જેમાં 50% વસતિ આ મડીગા સમુદાયની છે જયારે અનામતનો મોટો લાભ ‘માલા’ સમુદાયને મળે છે.
► જો કે આ વિવાદ હજુ 2004થી સુપ્રીમમાં પેન્ડીંગ: કવોટામાં કવોટા એ રાજય સરકારનો અધિકાર હોવાનો ચુકાદામાં : પણ સમીક્ષા જરૂરી છતા ચૂંટણી ‘દાવ’ તરીકે રમતો કરાશે
આ જ રીતે બિહારમાં પાસવાન અને ઉતરપ્રદેશમાં ‘જટવા’ સમુદાયની સ્થિતિ છે. જો કે આ માટે બંધારણની કલમ 341માં સુધારો કરવો પડે તે નિશ્ચીત છે. 2004માં જો કે સુપ્રીમ કોર્ટ આ રીતે પેટા અનામતને આંધ્રપ્રદેશના એક કેસમાં રદ કરી હતી પણ 2020માં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની ખંડપીઠે એવો ચુકાદો આપ્યો કે આ અંગે રાજયોને સતા છે. જો કે તે સમયે ખંડપીઠે મુખ્ય ન્યાયમૂર્તિને વધુ જજોની ખંડપીઠ રચવા માટે ભલામણ કરી હતી જે હજુ સુપ્રીમ કોર્ટનો નિર્ણય પેન્ડીંગ છે. આ દરમ્યાન હરીયાણા, પંજાબ, તામિલનાડુએ આ પ્રકારે જોગવાઈ કરી હતી
પણ તે હજું સુપ્રીમ કોર્ટના ચુકાદા પર અમલ થઈ શકયો નથી અને હવે ખુદ કેન્દ્ર સરકાર જ બંધારણ સુધારાથી આ લાભ આપવા તૈયારી કરી રહી છે. જો કે આ મુદે સુપ્રીમે રાજયોનો અધિકાર ગણાવ્યો છે તો બીજી તરફ એસ.ટી. સમુદાયમાં પણ આવી માંગ આવે અને જે રીતે ગુજરાત સહિતના રાજયો ઓબીસી સમુદાય માટે જે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં અનામતની જોગવાઈ છે તેમાં પણ માંગ થશે. આમેય લોકસભામાં ઓબીસી અનામતનો અમલ મહિલા અનામતમાં કરવાની માંગ થઈ છે.