એપલે પ્રથમ વખત ‘મેઈડ ઈન ઈન્ડિયા’ આઈફોન-15 આજથી ભારતમાં વેંચાણમાં મુકયા

22 September 2023 11:28 AM
Business India Technology Top News
  • એપલે પ્રથમ વખત ‘મેઈડ ઈન ઈન્ડિયા’ આઈફોન-15 આજથી ભારતમાં વેંચાણમાં મુકયા

મુંબઈ તા.22 : વિશ્વની સૌથી મોટી આઈફોન ઉત્પાદક કંપની એપલે 2017 થી ભારતમાં આઈફોનનું ઉત્પાદન શરૂ કર્યા બાદ હવે છ વર્ષે ભારતમાં બનેલાં આઈફોનનું દેશમાં વેચાણ શરૂ કર્યું છે. આઈફોન 15 તતા 15 પ્લસ મોડલ વેચાણમાં મુકાયા છે તે ભારતમાં જ બનેલા છે.અન્ય દેશોમાં પણ નિકાસ કરવામાં આવી રહી છે.

એપલે આઈફોન 15 સીરીઝનાં આર મોડલ ચાલુ મહિનાનાં આરંભે લોંચ કર્યા હતા. ભારતમાં શુક્રવારથી વેચાણમાં મુકાયા છે. આઈફોન શોખીનોએ એપલ સ્ટોરની બહાર રાતથી જ લાઈન લગાવી દીધી હતી. કંપનીએ પોતાના સ્ટોર પણ નિશ્ચીત સમય કરતાં વહેલા ખોલ્યા હતા. દરમ્યાન એપલે પ્રથમ વખત ભારતમાંથી સ્માર્ટફોનની નિકાસમાં સેમસંગને પછાડયુ છે જુન કવાર્ટરમાં 12 મીલીયન સ્માર્ટફોનની નિકાસમાં એપલનો હિસ્સો 49 ટકા હતો.જયારે સેમસંગનો 45 ટકા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement