(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.22
ભાવનગર જિલ્લાના તળાજાના દિહોર ગામેથી હરિહર એટલેકે મથુરા હરિદ્વાર ની યાત્રાએ નીકળેલા 57 યાત્રિકો અને રસોયા મળી કુલ 64 વ્યક્તિને નડેલા રાજસ્થાનના ભરતપુર નજીક ગમખ્વાર વાહન અકસ્માતમા દિહોર ગામના 11પ વ્યક્તિ બાદ આજે વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે. આ બનાવનો કુલ મૃત્યુ આંક વધીને 14 થયો છે.
તળાજાના દિહોર ગામના બજરંગદાસ બાપા મઢુંલી આશ્રમના 11 વ્યક્તિઓના મોત રાજસ્થાન પાસેના અકસ્માતમાં બન્યા હતા. દરમિયાન આ બનાવમાં ઇજા પામેલ દિહોર ગામના ઓતીબેન ભગવાનભાઈ કોળી ઉં.વ. 65 નું આજે ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સાથે અકસ્માત માં જિલ્લા નું 14 મુ અને દિહોર નું 12 મુ મરણ થયેલ છે.