(ગની કુંભાર)
ભચાઉ, તા. રર
પોલીસ મહા નિરીક્ષક જે.આર.મેથલીયા બોર્ડ રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર
વી.કે.ગઢવી તથા રાપર સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે ઉમૈયા કાનપર રોડ, પાબુદાદાના મંદિર પાસે જાહેર ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે હારજીતનો તીનપતિનો જુગાર રમતા 12 આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.