જો મન, અન્ન, તન અને ધન શુદ્ધ હશે તો આપો આપ દરેક વ્યક્તિનું જીવન ખુશહાલ બની જશે: બી.કે. શિવાની દીદી

22 September 2023 01:26 PM
Morbi
  • જો મન, અન્ન, તન અને ધન શુદ્ધ હશે તો આપો આપ દરેક વ્યક્તિનું જીવન ખુશહાલ બની જશે: બી.કે. શિવાની દીદી

મોરબીમાં રાજધર રોડે વકતવ્યમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા: ભગવાને સૌને આંતરિક શક્તિ આપી છે

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.22 : વર્તમાન સમયમાં લોકો સતત કામ, ટેન્શનની વચ્ચે રહેતા હોય છે ત્યારે મનમાં એક અજંપા ભરી સ્થિતિ દરેકને રેતી હોય છે જો કે, આવા સમયમાં પણ મન શાંત બને અને જીવન ખુશહાલ બને તેના માટે મોરબી તાલુકાનાં રાજપર રોડે આવેલા ફેશન સિરામિક ખાતે આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્ય રાખવામા આવ્યું હતું જેમાં આયોજકોએ કરેલી વ્યવસ્થા પણ ટૂકી પડી તેટલી વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

અને આ તકે બી.કે. શિવાની દીદીએ લોકોએ ટૂંકમાં પણ ચોટદાર મેસેજ આપતા કહ્યું હતું કે, જો મન, અન્ન, તન અને ધન શુદ્ધ હશે તો આપો આપ દરેક વ્યક્તિનું જીવન ખુશહાલ બની જશે. કાર્યક્રમમાં ન માત્ર મોરબી પરંતુ બહારથી પણ મોટી સંખ્યામાં લોકોએ આવ્યા હતા જેથી કરીને આયોજકોએ બી.કે. શિવાની દીદીનું વક્તવ્ય સાંભળવા માટે આવનારા લોકો માટે જે બેઠક વ્યવસ્થા સહિતનું આયોજન કર્યું હતું તે ટુકું પડ્યું હતું. આ તકે આંતરરાષ્ટ્રીય વક્તા બી.કે. શિવાની દીદીએ શાંત મન, ખુશહાલ જીવન વિષય ઉપર કહ્યું હતું કે, કોઈપણ ક્ષમ આપવાની અને કોઇની પણ ક્ષમા માંગી લેવી

તે જીવનમાં જરૂરી છે ભગવાને આપણી અંદર જ સર્વ શક્તિ આપેલ છે તો પણ લોકો બીજા ઉપર આશા રાખીને બેઠા હોય છે ત્યારે દરેક વ્યક્તિએ હું પવિત્ર આત્મા છું, હું શાંત સ્વરૂપ આત્મા છું, હું શક્તિશાળી આત્મા છું, હું પ્રેમ સ્વરૂપ આત્મા છું, હું સુખ સ્વરૂપ આત્મા છું અને હું સતોગુણ આત્મા છું આ રોજ બોલવું જોઈએ તેનાથી જીવનમાં ખૂબ જ પરીવર્તન આવશે. અંતમાં તેઓએ કહ્યું હતું કે, જો મન, અન્ન, તન અને ધન શુદ્ધ હશે તો આપો આપ દરેક વ્યક્તિનું જીવન ખુશહાલ બની જશે.


Advertisement
Advertisement
Advertisement