(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.22 : મોરબીના શનાળા ગામે ઇન્દિરાવાસમાં સાંઇબાબા ચોક પાસે રહેતા મહિપત ઉર્ફે ભૂરો રવજીભાઈ વાઘેલા જાતે અનુ. જાતિ (30) એ નીતિન મહેશભાઈ સોલંકી સહિત બેની સામે ફરિયાદ નોંધાવી હતી કે, તે પોતાનું બાઈક નંબર જીજે 36 જે 9113 લઈને પોતાના ઘરથી કાકાના ઘર તરફ જતા હતા ત્યારે આરોપી પોતાના કબજા વાળી ઇકો ગાડી લઈને ત્યાં ફરિયાદીના મોટરસાયકલ પાસે આવ્યા હતા અને ત્યાં બોલાચાલી કરી હતી
અને બંને આરોપીએ ફરિયાદીના ઘર પાસે લોખંડના પાઇપ એઅને બેઝબોલના ધોકા વડે ફરીયાદીના ઘર પાસે ઉભેલ ફરિયાદી તથા તેની માતા હંસાબેન (50)ને માર માર્યો હતો ત્યારે ફરિયાદી યુવાનને ડાબા હાથમાં, માથામાં અને વાસાના ભાગે માર માર્યો હતો અને તેની માતાને ડાબા હાથના પંજામાં આંગળી પાસે ધોકો મળીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ ગુનામાં પોલીસે આરોપી નીતિન મહેશભાઈ સોલંકી (21) રહે. ઇન્દિરાવાસમાં સાઈબાબા ચોક પાસે શનાળા વાળાની પીએસઆઈ પાતાળિતા અને તેની ટિમ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને કાયદાને સંઘર્ષમાં આવેલા બાળ કિશોરની પૂછપરછ કરીને તેના પરિવારને સોપવામાં આવેલ છે તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.
વીસીપરાના મારામારીમાં ત્રણની ધરપકડ | મોરબીના વિસ્તારમાં સાતમ આઠમ દરમિયાન મારામારીનો એક બનાવ બન્યો હતો જેમાં સંજય ચતુરભાઈ ઈટોદરા નામના યુવાનને માર મારવામાં આવ્યો હોય ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ ત્રણ સામે બી ડુવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જૂના મનદુ:ખમાં સંજય ઇટોદરા ઉપર લાકડી-પાઇપ વડે હુમલો કરીને તેને ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી તે અંગે નોંધાયેલી ફરિયાદમાં તપાસ અધિકારી હિતેશભાઈ મકવાણા દ્વારા વિષ્ણુ ટપુ જાસોલીયા (39), ભરત ટપુ જાસોલીયા (36) અને શની ટપુ જાસોલીયા (25) રહે.ત્રણેય જૂની જેલ પાસે વીસીપરા મોરબી વાળાઓની ધરપકડ કરવામાં આવેલ છે.