(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.22 : રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ આરએમસીની આવાસ યોજનામાં રહેતા યુવાનને તેની પત્ની સાથે સમાધાન કરી લેવા બાબતે ફોન ઉપર ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ જનકપુરી કોમ્પલેક્ષની સામેના ભાગમાં આરએમસીની આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા મનીષભાઈ ગોવિંદભાઈ સોલંકી જાતે અનુ. જાતિ 32 એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફેજલ સંધિ અને રાકેશભાઈ રાઠોડ રહે. બંને નવા નાકા પાસે ખંભાળિયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીની પત્ની સાથે તેને સમાધાન કરી લેવા માટે થઈને ગત તા. 2/12/22 ના રાત્રીના પોણા બારેક વાગ્યાના અરસામાં
તે એકલો મોરબી નજીકના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ કબીર આશ્રમ નજીક હતો ત્યારે ત્યાં ફોન ઉપર ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કેસની આગળની તપાસ પી.એસ.આઇ બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે.