મોરબીના રાજકોટ હાઇવે ઉપર બાઈક સાથે ખુંટીયો અથડાતા યુવાનને ઈજા

22 September 2023 01:33 PM
Morbi
  • મોરબીના રાજકોટ હાઇવે ઉપર બાઈક સાથે ખુંટીયો અથડાતા યુવાનને ઈજા

(જીગ્નેશ ભટ્ટ) મોરબી,તા.22 : મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા કારખાના નજીક વાહન અકસ્માત બનાવ સર્જાયો હતો જેમાં બાઈક સાથે ખૂંટીયો અથડાવવાના બનેલ બનાવમાં ઇજા પામેલ લજાઈ ગામના યુવાનને સારવારમાં ખસેડાયો હતો. બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રાજકોટ હાઇવે ઉપર એટોપ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ટંકારા તાલુકાના લજાઈ ગામના વતની ગોવિંદ હીરાભાઈ કોળી નામના 25 વર્ષના યુવાનને ઇજાઓ થતા

અત્રેની સિવિલે સારવારમાં લાવવામાં આવ્યો હતો જેને પગલે ત્યાં તેની સારવાર ચાલુ કરવામાં આવ્યા બાદ આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને બનાવને પગલે ઈન્વે. અધિકારી વિ.કે.પટેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે ગોવિંદભાઈ બાઈક લઈને જતા હતા ત્યારે તેઓના બાઈક સાથે ખુંટીયો અથડાયો હતો અને તે બનાવમાં તેઓને ઈજા થતા હાલ સારવારમાં ખસેડાયા છે.

અકસ્માતમાં વૃદ્ધાને ઇજા
મોરબીના શક્તિ ચોક પાસે વાહન અકસ્માતમાં ઇજા થતા વૃદ્ધાને સારવારમાં ખસેડાયા હતા.મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ આવેલી સૂર્યર્કિર્તિ સોસાયટીમાં રહેતા મધુબેન મગનભાઈ પારસાણીયા નામના 80 વર્ષના વૃદ્ધા બાઈકમાં બેસીને મોરબીના ગેસ્ટ હાઉસ રોડના નાકે આવેલ શક્તિ ચોક પાસેથી જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને બાઈકમાંથી પડી જવાથી મધુબેન નામના વૃદ્ધાને ઈજાઓ થયેલ હોય તેમને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

બાળક સારવારમાં
જામનગરના જોડિયા તાલુકામાં આવેલા દુધઈ આમરણ ગામે રહેતા પરિવારનો અનિલ નરવતભાઈ બામણીયા નામનો છ વર્ષનો બાળક તેના ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા ઇજાઓ પામતા તેને સારવારમાં ખસેડાયેલ છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં
મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલા કામઘેનું પાર્ટી પ્લોટ પાસે 25 વારીયા વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં સુનિલ રવજીભાઈ સોલંકી નામના 25 વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને સારવાર માં ખસેડાયેલ છે.


Advertisement
Advertisement
Advertisement