♦ પહેલા તો જાતિય જનગણનાથી ધ્યાન ભટકાવવાની કોશિષ: બીજુ સરકાર ધારે તો આજે પણ ખરડો લાગુ કરી શકે
નવીદિલ્હી,તા.22
એક તરફ ભાજપ મહિલા અનામત ખરડો સંસદમાં પસાર થયો તેની ઉજવણી કરી રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસના વરીષ્ઠ નેતા રાજીવ ગાંધીએ મહિલા અનામત ખરડામાં બેખામીઓ હોવાનું જણાવીને કહ્યું કે જાતીય આધારીત જનગણના પરથી ધ્યાન હટાવવાની કોશીષ થઈ રહી છે.
આજે એક પત્રકાર પરીષદમાં તેમણે કહ્યું કે, આ ખરડા દ્વારા જે ક્ષતિઓ છે તે દુર કરવી જરૂરી છે. ખાસ કરીને નવા સીમાંકન પછી ખરડો લાગુ થશે તેને કેટલાય વર્ષોની રાહ જોવી પડશે. મહિલા આરક્ષણ આજે પણ કરી શકાય છે પણ તે સરકાર કરવા માંગતી નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, મહિલા આરક્ષણમાં ઓબીસી આરક્ષણ પણ લાગુ થવું જોઈએ. તેમણે દાવો કર્યો કે દેશ ચલાવનારી સંસ્થાઓ સંસદમાં કેબીનેટ સચિવ અને સચિવ સરકાર ચલાવે છે. હું પુછવા માંગુ છું કે આ પ્રકારે 90 અધિકારીઓમાં ફકત ત્રણ જ શા માટે ઓબીસી છે. સરકાર ધ્યાન ભટકાવવાની રાજનીતિ અપનાવે છે અને ખરડો લાગુ કરવા અંગે પણ હજુ કોઈ નિશ્ચિત સ્થિતિ નથી.