ઈસ્લામાબાદ,તા.22
2023 વર્લ્ડ કપ માટે પાકિસ્તાને તેની ટીમની જાહેરાત કરી છે. જેમાં નશીમશા ઈજાગ્રસ્ત હોવાથી તેનો સમાવેશ કરાયો નથી તેના સ્થાને હસન અલીને ફરી એક વર્ષના સમય બાદ ફરી નેશનલ ટીમમાં સામેલ થવાની તક મળી છે. છેલ્લે તેને જુન 2022માં વનડે રમ્યો હતો જયારે નસીમના વિકલ્પમાં હારીશ રઉફને પસંદ કરવામાં આવ્યો છે જો કે તે પણ એશીયા કપમાં ઈજાગ્રસ્ત થયો હતો.
ટીમના કપ્તાન તરીકે બાબર આઝમ યથાવત છે. જયારે ફખર ઝમનએ તેનું સ્થાન ટકાવી રાખ્યું છે. પાકિસ્તાનને ફાસ્ટ બોલરમાં ઈજાગ્રસ્ત બોલરની ચીંતા છે અને તેની અસર તેની બોલીંગ તાકાત ઉપર પડશે તે નિશ્ચિત છે. છતાં પણ શ્રેષ્ઠ ટીમ પસંદ કરવામાં આવી હોવાનો દાવો બાબર આઝમે કર્યો હતો.
ટીમ: ફખર ઝમન, ઈમામ ઉલ્લ હકક, અબ્દુલા શફીખ, બાબર આઝમ (કેપ્ટન), મહમદ રીઝવાન, શઉદ સકીલ, ઈફતીખાર અહેમદ, આગા સલમાન, મહમદ નવાઝ, સદબખાન, ઉસ્માન મીર, શાહીન આફ્રિદી, હારીશ રઉફ, મહમદ વાસી (જુનીયર) અને હસન અલી.