શ્રીહરિકોટા : ભારતનું ચંદ્રયાન-3 અભિયાન સફળ રહ્યું છે અને ચંદ્ર ઉપર પૃથ્વીના 14 દિવસ જેટલી લાંબી રાત્રી શરુ થતા જ ચંદ્રની ધરતી પર ઉતરેલા લેન્ડર અને તેમાંથી અલગ થયેલા રોવર બંનેને સ્લીપ મોડમાં મુકી દેવાયા હતા. હવે ચંદ્ર પર ફરી સુરજ ઉગતા જ બંને ભારતીય યાનને સુર્યની ઉર્જાથી એકટીવ કરવાના પ્રયાસોમાં લેન્ડર જાગી ગયું છે.
પરંતુ હજુ રોવર સ્લીપમોડમાંથી બહાર આવ્યુ નથી. લેન્ડરે તેના કેમેરા મારફત રોવરની તસ્વીરો મોકલી છે. બંને ચંદ્રના ઉતર ધ્રુવની સપાટી પર લગભગ પાંચ મીટર અંતરે 14 દિવસ જેટલા લાંબો સમય સુષુપ્ત રહ્યા હતા. પરંતુ ફરી એક વખત સુર્યોદય થતા જ લેન્ડર વિક્રમને સૂર્યઉર્જા મળતા જ તે એકટીવ થઈ ગયુ હતું અને ભૂમિ કેન્દ્ર પર સંદેશો મોકલી દીધો હતો
અને હવે રોવર ફરી જાગે તેની રાહ છે. જો કે 14 દિવસ અહી ભારે ઠંડી અને તાપમાન માઈનસ 220 ડીગ્રી સેલ્સીયસ પહોંચી ગયુ હતું અને તેના કારણે રોવરના ઈલેકટ્રોનીક ભાગો થીજી ગયા હોય તેવી શકયતા છે. જો કે જે રીતે લેન્ડર કે જે શિવશક્તિ પોઈન્ટ પર ઉભુ હતું તેને જાગીને પ્રથમ તસ્વીર મોકલતા જ ઈસરોને હવે રોવર પણ જાગશે તેવી આશા બની છે.