સિડની : ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જર્સી લોન્ચ કરી છે. જર્સીની બાજુમાં પ્રખ્યાત ડિઝાઇનર આંટી ફિયોના ક્લાર્ક દ્વારા ડિઝાઇન કરાયેલ ફર્સ્ટ નેશન્સ આર્ટવર્ક છે. ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ કપમાં પીળા રંગની જર્સીમાં જ જોવા મળશે. જર્સીમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની જર્સીનો વીડિયો પોતાના સોશિયલ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં મેક્સવેલ નવી જર્સીમાં જોવા મળી રહ્યો છે. તેણે અંગત રીતે 1999ના વર્લ્ડ કપની જર્સીને સર્વશ્રેષ્ઠ ગણાવી છે. ઓસ્ટ્રેલિયા 8 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત સામેની મેચ રમીને ટુર્નામેન્ટમાં તેની સફરની શરૂઆત કરશે.