મોહાલીમાં વનડે ટિકિટ વેચાતી નથી : ક્રિકેટ એસોસિએશનએ ઑફર કાઢવી પડી

22 September 2023 03:50 PM
Sports
  • મોહાલીમાં વનડે ટિકિટ વેચાતી નથી : ક્રિકેટ એસોસિએશનએ ઑફર કાઢવી પડી

શું વનડેનો જાદુ ઓસર્યો ? : એક ટિકિટની ખરીદી પર એક ફ્રીની ઑફર આપવામાં આવી ; બેંક દ્વારા વેચાણ કાઉન્ટર શરૂ કરાયા

મોહાલી (પંજાબ) : મોહાલીના આઈએસ બિન્દ્રા ક્રિકેટ સ્ટેડિયમમાં આજે રમાનારી ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચની ટિકિટો વેચાઈ નથી. તેના પર પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) દ્વારા બાય વન-ગેટ વન ફ્રી ઓફર આપવામાં આવી છે. આ ઓફર બુધવારે શરૂ થઈ હતી કે ગઈકાલે અને આજે પણ ચાલી રહી છે, પરંતુ હજુ પણ ટિકિટનું વેચાણ થઈ રહ્યું નથી.

સ્ટેડિયમ સિવાય બેંકમાંથી પણ ટિકિટ ખરીદી શકો છો : આ વખતે પંજાબ ક્રિકેટ એસોસિએશને સ્ટેડિયમના ટિકિટ કાઉન્ટર સિવાય ICICI બેંકમાંથી ટિકિટ ખરીદવાની સુવિધા આપી છે. વિદ્યાર્થીઓને આપવામાં આવેલી 100 રૂપિયાની ટિકિટનું વેચાણ કરવામાં આવ્યું છે. આ સિવાય 1,000 અને 5,000 રૂપિયાની ટિકિટ ઉપલબ્ધ નથી. પરંતુ એસોસિએશન દ્વારા રૂ. 3,000, રૂ. 10,000 અને રૂ. 20,000ની કિંમતની ટિકિટો પર બાય વન ગેટ વન ફ્રી ઓફર આપવામાં આવી છે.

જોકે, મેચની કેટલી ટિકિટ બાકી છે તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ દરમિયાન પ્રથમ વખત દર્શકોને શટલ બસ સેવા આપવામાં આવશે. મોહાલી પ્રશાસને સ્ટેડિયમથી દૂર પાર્કિંગની વ્યવસ્થા કરી છે. જેના કારણે લોકોને સ્ટેડિયમ સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો હતો. તેને જોતા આ વખતે પંજાબ ક્રિકેટ એસોસિએશને પાર્કિંગથી સ્ટેડિયમ સુધી શટલ બસ સેવા આપવાનો નિર્ણય કર્યો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement