► રમેશ વિધુડીએ બસપાના સાંસદ દાનીશ અલીને ત્રાસવાદી કહેતા જબરી ધમાલ: અનેક વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો: અધ્યક્ષે પણ રોકવાની કોશીશ કરી છતાં બોલતા રહ્યા અંતે રાજનાથ ગૃહમાં દોડી આવ્યા: માફી માંગી
નવી દિલ્હી: આજે લોકસભામાં ચંદ્રયાન-3ની સફળતા અને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તથા ઈસરોને અભિનંદન આપતા પ્રસ્તાવની ચર્ચા સમયે ભાજપના સાંસદ રમેશ વિધુડીએ બસપાના સાંસદ દાનીશ અલીને ત્રાસવાદી સહિતના અપશબ્દો કહેતા ગૃહમાં ભારે ધમાલ મચી ગઈ હતી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ રમેશ વિધુડીને આકરા શબ્દોમાં બોલવામાં સંયમ રાખવા તાકીદ કરી હતી તથા બાદમાં જણાવ્યું કે વિધુડીને માફ કરવામાં આવશે નહી.
જો કે વિપક્ષોની જબરી ધમાલ બાદ કેન્દ્રીય સંરક્ષણમંત્રી શ્રી રાજનાથ સિંઘે ઉભા થઈને વિધુડી વતી માફી માંગી લીધી હતી. જો કે છતા હજુ મામલો શાંત થયો નથી. સાંસદ દાનીશે અધ્યક્ષને પત્ર લખીને ભાજપના સાંસદનું સભ્યપદ પણ રદ કરાવા માંગ કરી છે તો બીજી બાજુ વિપક્ષે હવે અધ્યક્ષના નિર્ણયની રાહ જોવા અને બાદમાં રાષ્ટ્રપતિ સમક્ષ જવા નિર્ણય લીધો છે. રમેશ વિધુડી આજે લોકસભામાં તેમનું વકતવ્ય આપી રહ્યા હતા તે સમયે બસપા સાંસદ દાનીશ અલીનો કોઈ અવાજ સંભળાતા રમેશ વિધુડી ઉશ્કેરાઈ ગયા હતા.
તેણે દાનીશ અલી પર અણછાજતી ટીપ્પણી કરવા લાગી હતી અને તેમને ત્રાસવાદી પણ કહ્યા હતા. અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને રોકવા કોશિશ કરી પણ રમેશ વિધુડી બોલતા જ રહ્યા હતા. વિપક્ષોએ પણ ગૃહમાં હંગામો મચાવી દીધો છે. કોંગ્રેસ પક્ષે તુર્તજ શું વડાપ્રધાન મોદી આ અંગે કંઈ કહેશે તેવા પ્રશ્ન પૂછતા જ ભાજપના સભ્યો વળતા ઉશ્કેરાયા હતા. નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લાએ ટકોર કરતા ભાજપની સચ્ચાઈ સામે આવી હોવાનું કહેતા વધુ ધમાલ મચી હતી. વિધુડીએ જે રીતે આતંકવાદી શબ્દોનો ઉપયોગ કર્યો
તે પુરા મુસ્લીમ સમુદાય માટે કર્યો હોવાનો આરોપ સમગ્ર મુસ્લીમ સમુદાય માટે ઉપયોગ કરાયો છે. હું સમજી શકતો નથી કે ભાજપના ટેકેદાર મુસ્લીમો શા માટે મૌન રહે છે તેઓ આપણા માટે શું વિચારે છે તે હવે ખબર પડી જશે. બાદમાં ગૃહમાં દોડી આવેલા હતા અને તેઓએ કહ્યું કે મે સાંસદના સભ્ય સાંભળ્યા નથી પણ જો આ ટીપ્પણીથી વિપક્ષી સાંસદ નારાજ હોય તો તે શબ્દો કાર્યવાહીથી દુર કરવા જોઈએ. તેઓએ બાદમાં માફી માંગી અને દાનીશ અલીએ જે સંયમ દાખવ્યો તે બદલ તેની પ્રશંસા કરી હતી.