નવી દિલ્હી, તા.22 : સાઉથ એવન્યુ કોર્ટે કથીત લેન્ડ ફોર જોબ કૌભાંડના લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ, રાબડી દેવી સહિત 17 આરોપીઓને આગામી 4 ઓકટોબરે હાજર રહેવા ફરમાન કર્યુ છે. જમીનના બદલામાં નોકરી આપવામાં મામલામાં લાલુ યાદવના પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની સીબીઆઇ સ્પેશ્યલ સાઉથ એવન્યુ કોર્ટ લેન્ડ ફોર જોબ કૌભાંડમાં ચાર્જશીટ રજુ થયા બાદ લાલુ યાદવ, તેજસ્વી યાદવ સહિતના 17 આરોપીઓને તા. 4 ઓકટોબરે હાજર રહેવા સમન્સ કાઢયુ છે. સીબીઆઇએ કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યા બાદ હાલ જામીન મુકત રહેલા લાલુ પ્રસાદ યાદવના પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે.