જય શાહ : ફ્રન્ટ ફુટ પર રમી, ભારતીય ક્રિકેટનો વિશ્વમાં દબદબો વધાર્યો, અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા

22 September 2023 04:17 PM
India Sports
  • જય શાહ : ફ્રન્ટ ફુટ પર રમી, ભારતીય ક્રિકેટનો વિશ્વમાં દબદબો વધાર્યો, અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા

► BCCIના સેક્રેટરી, એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખનો 35મો જન્મદિવસ

► વિમેન્સ પ્રીમિયર લીગ શરૂ કરવામાં અને મહિલા ક્રિકેટને પ્રાધાન્ય આપવામાં મહત્વની ભૂમિકા ભજવી, મહિલા ક્રિકેટરોનો પણ પગાર મેન્સ જેમ રહે તેવો નિર્ણય કરાવ્યો

► તેમના સુપરવિઝનમાં અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું : પાકિસ્તાન બોર્ડના નિર્ણયો સામે અડગ રહી બદલાવ લાવ્યા - એશિયા કપ માટે ભારતીય ટીમ પાકિસ્તાન રમવા ગઈ જ નહિ અને પાકિસ્તાનને અમદાવાદ રમવા આવું જ પડશે

► વર્તમાન તથા ભૂતપૂર્વ ક્રિકેટરોના હિત માટે હંમેશા કાર્યરત : ક્રિકેટરોને ભરચક્ક શિડ્યુલ વચ્ચે ઝડપી અને આરામદાયક સફર મળે તે માટે ચાર્ટર્ડ વિમાન સહિત સારામાં સારી વ્યવસ્થા મળે તે હેતુથી નિર્ણય લીધા

► જય શાહ - નાની વયે બોર્ડના કુશળ વહીવટકર્તા બન્યા અને વધુમાં વધુ ટ્રાવેલ અને મિટિંગ કરી BCCI ના સફળ સેક્રેટરી રહ્યા : હવે તેમના નેજા હેઠળ ભારતમાં વર્લ્ડ રમાવવા જઈ રહ્યો છે

મુંબઈ : બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાના સેક્રેટરી, એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહનો આજે 35મો જન્મદિવસ છે. જયભાઈએ છેલ્લા ચાર વર્ષથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની કમાન સંભાળી છે પરંતુ તેઓ છેલ્લા અનેક વર્ષો થી ક્રિકેટ સાથે જોડાયેલા છે.

જયભાઈ નો જન્મ 22 સપ્ટેમ્બર 1988 ના રોજ અમદાવાદમાં થયો છે. તેમના પિતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તથા માતા સોનલબેન શાહ છે. જય શાહના લગ્ન ફેબ્રુઆરી 2015 માં રિશિતા પટેલ સાથે થયા હતા. જય શાહે નિરમા યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. જય શાહ બાળપણથી ક્રિકેટ રમવાનો શોખ ધરાવતા હતા અને ફોર્મલ ટ્રેનિંગ પણ લીધી છે.

જય શાહ 2009 માં અમદાવાદમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટના મેમ્બર બન્યા. ત્યારબાદ સપ્ટેમ્બર 2013માં ગુજરાત ક્રિકેટ એસો.ના જોઇન્ટ સેક્રેટરી બન્યા. આ સમય દરમ્યાન તેમના પિતા અમિતભાઈ શાહ સાથે રહી વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમના નિર્માણ કાર્યમાં કાર્યરત રહ્યા અને તેમના સુપરવિઝન હેઠળ નવું સ્ટેડિયમ ખુલ્લું મુકાયું હતું.

2015માં જય શાહ ભારતીય ક્રિકેટ બોર્ડની માર્કેટિંગ અને ફાયનાન્સ કમિટીના સભ્ય બન્યા. 2019માં તેઓએ ગુજરાત ક્રિકેટ એસો.ના જોઇન્ટ સેક્રેટરી પદેથી રાજીનામું આપ્યું, એક જ મહિનામાં તેઓ ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી તરીકે બિનહરીફ સર્વાનુમતે ચુંટાયા. આ સાથે ભારતીય ક્રિકેટ બોર્ડના તેઓ સૌથી યુવા પદાધિકારી બન્યા. જાન્યુઆરી 2021 માં જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ બન્યા અને એશિયન રીજિયનમાં ભારતનો દબદબો વધ્યો.

જય શાહે લીધેલા નિર્ણયો
► બીસીસીઆઈની આવક તેમના સચિવ તરીકેના કાર્યકાળ દરમિયાન સર્વોચ્ચ સ્તરે પહોંચી.
► તેમણે ICC સાથે સફળતાપૂર્વક વાટાઘાટો કરી, ભારત માટે આવકનો મોટો હિસ્સો મેળવ્યો.
► તેમની દેખરેખમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હતું.
► તે IPL માટે ત્રણ મહિનાની આંતરરાષ્ટ્રીય વિન્ડો સુરક્ષિત કરવામાં સફળ રહ્યો, જેથી અન્ય દેશોના ક્રિકેટરો ભાગ લઈ શકે.
► તેમણે દ્રવિડ, લક્ષ્મણ અને તાજેતરમાં નવા મુખ્ય પસંદગીકાર તરીકે અગરકર સહિત નોંધપાત્ર વ્યક્તિઓને કોચ તરીકે નિયુક્ત કર્યા.
► મહિલા ક્રિકેટરોને સમાન વેતન અને ભારત માટે ટેસ્ટ મેચોની સંખ્યામાં વધારો.
► તેમણે 150 વર્ષના ઈતિહાસ ધરાવતી ફૂટબોલ લીગને પણ વટાવીને આઈપીએલને વિશ્વની બીજી-શ્રેષ્ઠ લીગના દરજ્જા સુધી પહોંચાડી.
► 50000 મીડિયા રાઇટ્સ સાથે આઈપીએલની આવક અને સ્ટેટ્સમાં વધારો કર્યો.
► તે ધોનીને 2021 ટી 20 વર્લ્ડ કપ માટે મેન્ટર તરીકે લાવ્યા હતા.
► રાજ્ય ક્રિકેટ એસોસિએશનો માટે ભંડોળમાં વધારો અને લોઢા સમિતિની ભલામણોનો સફળ અમલ કર્યો.
► તેણે ભૂતપૂર્વ ક્રિકેટરોનો પગાર વધાર્યો અને ICC ટુર્નામેન્ટમાં ભારત માટે વધુ હોસ્ટિંગ અધિકારો મેળવ્યા.
► ક્રિકેટરોના આરામ માટે ચાર્ટર્ડ ફ્લાઇટ્સ રજૂ કરી, મહિલા IPL શરૂ કરી અને પારદર્શક લાવવા BCCIના વિવિધ પ્રકલ્પો માટે ઇ-ટેન્ડરો લાગુ કર્યા.


Related News

Advertisement
Advertisement
Advertisement