નવી દિલ્હી: આજે ભાજપના સાંસદ રમેશ વિધુડીએ બસપાના સાંસદ ઉપરાંત સમુદાય પર ઝેર ઓકયું હતું. એક રીપોર્ટ મુજબ તેઓએ પહેલા દાનીશ અલીને બોલે ઉગ્રવાદી, એ ઉગ્રવાદી, બીચ મે મત બોલના, એ આતંકવાદી ઉગ્રવાદી હૈ, એ ખુલ્લા આતંકવાદી હૈ, ઈસકી બાત નોટ કરતે રહેના, અભી બહાર દેખ લુંગા ઈસ મુલ્લે કો આમ તમામ શબ્દો બોલતા રહ્યા હતા. રમેશ વિધુડી દક્ષિણ દિલ્હીના સાંસદ છે અને તેમના શબ્દો સાંભળી ભાજપના સાંસદો પણ ચુપ રહ્યા હતા અને અધ્યક્ષે વિધુડીને આકરા શબ્દો સાથે બેસાડી દીધા હતા. હવે તેની સામે એકશન લેવાશે તે નિશ્ચીત છે તો બીજી તરફ ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે આ લોકો આપણા માટે કેવું માને છે તે વાત બહાર આવી ગઈ છે.લોકસભા અધ્યક્ષે સંકેત આપ્યો કે હવે વિધુડીને બક્ષાશે નહી.