સુરત,તા.22 : સુરત એરપોર્ટ પર લેન્ડિગ સમયે વેન્ચુરા એર કનેકટ સિંગલ એન્જિનવાળા 9 સીટર વિમાનનું ટાયર ફાટતા યાત્રીકોના જીવ તાળવે ચોંટયા હતાં. આ ઘટનાના કારણે એરપોર્ટનો રન-વે બે કલાક માટે બંધ કરતા ઈન્ડિગોની ફલાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી.
અમદાવાદથી ટેકઓફ થયેલ વેન્ચુરા કંપનીનું નવ સીટર વિમાનનું સુરત એરપોર્ટ પર ગત રાત્રે 9 કલાકે રન-વે ઉપર લેન્ડિંગ સમયે અચાનક ફાટતા વિમાનમાં બેઠેલા છ પેસેન્જરોનાં જીવ તાળવે ચોંટયા હતા છતા કેપ્ટને સલામત રીતે લેન્ડિંગ કરાવી એટીસીને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ રન-વે સ્થળે પહોચી પેસેન્જરોને સલામત રીતે એરકાફટમાંથી ઉતારી ટર્મિનલ સુધી પહોંચાડયા હતાં. બાદ એરકાફ્રટને ટો કરીને એપ્રેત સુધી પહોચાડયુ હતું.
નવ ચીટર વિમાનનાં ટાયર ફારવાની ઘટનાથી એરપોર્ટ રન-વે બે કલાક બંધ રહેલ તે દરમિયાન ઈન્ડિગોની દિલ્હી-સુરત ફલાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. જયારે એર એશિયાની દિલ્હીની ફલાઈટો આકાશમાં પાંચ ચકકર માર્યા બાદ સેન્ડિંગ થયું હતું.મોટાભાગે ઉનાળાની ઋતુમાં વિમાનના ટાયર ફાટવાની ઘટના બનતી હોય છે. ત્યારે ચોમાસાની ઋતુમાં 9 સીટર વિમાનનું અચાનક ટાયર ફાટવાની ઘટના બનતા આ ઘટનાની તપાસ થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.