ભાજપે ‘વટભેર’ મોડી રાત્રી સુધી કાર્યક્રમ ચલાવ્યો: જુની ટીમ પણ પહોંચી ગઈ

22 September 2023 04:54 PM
Rajkot Politics
  • ભાજપે ‘વટભેર’ મોડી રાત્રી સુધી કાર્યક્રમ ચલાવ્યો: જુની ટીમ પણ પહોંચી ગઈ

♦ ગણપતિ મંગલ મહોત્સવમાં અંતે સર્વ મંગલ-મંગલ

♦ રેસકોર્ષમાં ગણપતિ મંગલ મહોત્સવમાં રાત્રીના 12 સુધી રાજભા ગઢવીનો ડાયરો હજારો લોકોએ માણ્યો

♦ પ્રદેશ ઉપપ્રમુખ ડો. ભરત બોઘરા, પુર્વ પ્રમુખ કમલેશ મીરાણી, પુર્વ મેયર પ્રદિપ ડવ સહિતના પ્રથમ હરોળમાં બેઠા: પ્રમુખ દોશીએ બોલ્યુ પાળ્યું

રાજકોટ: શહેર ભાજપ દ્વારા સિદ્ધિ વિનાયક ધામ ખાતે આયોજીત કરેલા ગણપતિ મંગલ મહોત્સવમાં બુધવારે ‘સમય’નો વિવાદ સર્જાયા બાદ ગઈકાલે આ કાર્યક્રમ ‘વટભેર’ રાત્રીના 12 વાગ્યા સુધી માઈક સાથે ચાલ્યો હતો અને અત્યાર સુધી આ આયોજનમાં નહી દેખાયેલા પક્ષના અનેક સિનીયર નેતાઓ પણ પ્રથમ હરોળમાં સ્થાન જમાવીને કાર્યકર્તાઓને ખુમારી સાથે સંદેશ મોકલી અપાયો હતો.

બુધવારે રાત્રીના 10 પછી પણ કાર્યક્રમ ચાલુ રહેતા 100 નંબર પર ગયેલી ફરિયાદ પરથી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રેસકોર્ષ ખાતે પહોંચીને માઈક બંધ કરવા માટે તાકીદ કરીને આકરી ભાષાનો પ્રયોગ કરતા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સાથે ચડભડ થઈ હતી અને સીપી સુધી વાત પહોંચી હતી.

જોકે વિશાળ સમુદાયનો આ ધાર્મિક આયોજન લોકો શાંતિથી માણતા હોય અને તેમાં ભાગ્યેજ કોઈને વાંધા હોય છતાં પણ ‘100’ નંબરના કોલની ‘ગંભીરતા’ પરથી કાર્યક્રમ બંધ કરાવવા આવ્યા હતા. જેના કારણે આ ‘પ્રતિષ્ઠાજનક’ આયોજનમાં પોલીસે જે રીતે કાયદો દેખાડવા પ્રયાસ કર્યા તેની પણ ચર્ચા હતી. પરંતુ ગઈકાલે રાત્રીના પરંપરાગત આરતી અને પુજા બાદ રાત્રીના રાજભા ગઢવી અને તેના સાથીઓનો લોકડાયરો હતો ને વરસાદ પણ થંભી ગયો હોવાથી રેસકોર્ષ મેદાનમાં હજારો લોકો પણ તે માણવા પહોચ્યા હતા.

આ સમયે 10 વાગ્યા બાદ પોલીસ ફરી આવશે કે કેમ તે ચર્ચા હતી પણ કાર્યક્રમ રાત્રીના 12 સુધી ભાજપે વટભેર ચલાવ્યો હતો અને તમામે તે માણ્યો હતો એટલું જ નહી બુધવારે જે રીતે વિવાદ સર્જાયો પછી ગઈકાલે શહેર ભાજપના પુર્વ પ્રમુખ કમલેશ મિરાણી, પુર્વ મેયર પ્રદીપ ડવ તથા પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ સહિતના અગ્રણીઓ પણ છેક છેલ્લે સુધી હાજર હતા અને એક છૂપો સંદેશ પણ મોકલી આપ્યો હતો.

ગઈકાલે જ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કાર્યક્રમ મોડે સુધી ચાલશે અને તેમાં કોઈ બંધ કરાવી શકશે નહી અને તે તેમણે કરી બતાવ્યું છે. જો કે સાઉન્ડ સીસ્ટમ થોડી ધીમી કરી દેવામાં આવી હતી.

મોડી રાત સુધી શહેરીજનોએ કાર્યક્રમ મનભરી માણ્યો: પ્રેસનોટમાં ખાસ ઉલ્લેખ
ભાજપના ગણપતિ મહોત્સવમાં બુધવારે ‘સમય’ના મુદે પોલીસ સાથે ઘર્ષણ બાદ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ કાર્યક્રમ મોડે સુધી ચાલશે જ અને આ ધાર્મિક મહોત્સવ છે. તેમાં લોકો મન ભરીને માણે છે તે પોલીસે સમજવું પડશે તેથી કરીને જે રીતે ‘મિજાજ’ દર્શાવ્યો તે પછી ગઈકાલ રાત્રીના તેઓ તથા પક્ષના તમામ સિનીયર્સ પણ ખાસ મોડી રાત્રી સુધી હાજર હતા અને ભાજપે તેની પ્રેસનોટમાં પણ એ ખાસ ઉલ્લેખ કર્યો કે મોડીરાત્રી સુધી શહેરીજનોએ કાર્યક્રમ ઓનલાઈન માણ્યો હતો.

અમને કોઈ ફરિયાદ ન મળી : પોલીસ
બુધવારે રાત્રે ભાજપ આયોજિત ગણેશોત્સવમાં 10 વાગ્યા બાદ પણ સ્પીકર વગાડતા હોય, કોઈએ પોલીસ ક્ધટ્રોલમાં જાણ કરતા પ્રદ્યુમનનગર પોલીસે સ્પીકર બંધ કરાવ્યા હતા. ગુરુવારે રાત્રે આ જ સ્થળે ભાજપ દ્વારા ડાયરાનું આયોજન કરાયું હતું. જે ડાયરો રાત્રે 11.45 વાગ્યા સુધી ચાલ્યો હતો, પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી. આ અંગે રાજકોટ શહેર પોલીસ ક્ધટ્રોલ રૂમ, પ્રદ્યુમનનગર પીએસઓ અને પીઆઈ સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે, ગુરુવારે રાત્રે ફરિયાદ મળી હતી એટલે કાર્યવાહી થઈ હતી. ગત રાતે કોઈ ફરિયાદ મળી નહોતી.

પુર્વ પ્રમુખ કમલેશ મિરાણીએ શહેર પ્રમુખ મુકેશ દોશીને ‘ટીપ્સ’ આપી!
ભાજપના ગણપતિ મંગલ મહોત્સવમાં બુધવારે પોલીસે ‘સમય’ બતાવતા જે વિવાદ સર્જાયો હતો તે પછી કાલે શહેર ભાજપના પુર્વ પ્રમુખ સહિતની ટીમ પણ સતત હાજર હતી અને પુર્વ પ્રમુખ મીરાણીએ વર્તમાન પ્રમુખ સાથે ગુફતેગુ કરી હતી તથા થોડી ‘ટીપ્સ’ પણ આપી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે મીરાણી 6 વર્ષ શહેર પ્રમુખ રહી ચૂકયા છે અને ગણપતિ મંગલ મહોત્સવ સહિતના અનેક આયોજનો કર્યા હતા પણ કદી કોઈએ ‘વિધ્ન’ પહોચાડવાની કોશીશ પણ કરી ન હતી.

Related News

Advertisement
Advertisement
Advertisement