પ્રથમ વિકેટ સસ્તામાં ડૂલ થયા બાદ ઓસ્ટ્રેલીયાએ બાજી સંભાળી: ભારત સામે 21.3 ઓવરમાં 3/112

22 September 2023 05:05 PM
India Sports
  • પ્રથમ વિકેટ સસ્તામાં ડૂલ થયા બાદ ઓસ્ટ્રેલીયાએ બાજી સંભાળી: ભારત સામે 21.3 ઓવરમાં 3/112

♦ વર્લ્ડકપ પૂર્વેની અંતિમ મહત્વપૂર્ણ વન-ડે શ્રેણી

♦ વોર્નરની અર્ધી સદી: શામીને બે વિકેટ: ગાયકવાડ, અશ્ર્વીન, ઐયરને ટીમમાં સ્થાન

મોહાલી,તા.22
વર્લ્ડકપ પૂર્વેની આખરી વન-ડે શ્રેણીનાં પ્રથમ મેચમાં આજે ભારત સામે ઓસ્ટ્રેલીયાએ 21.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 102 રન બનાવી લીધા હતા. ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલીયાને પ્રથમ દાવ લેવા ઉતાર્યું હતું. કપ્તાન કે.એલ.રાહુલનો દાવ સફળ થયો હોય તેમ ઓપનર મીચેલ માર્શ ચાર બનાવી પ્રથમ જ ઓવરમાં શામીના દડામાં ગીલનાં હાથમાં ઝીલાઈ ગયો હતો.

વોર્નર સાથે દાવમાં ઉતરેલા સ્ટીવ સ્મીથે બાજી સંભાળી હતી બન્ને બેટરોએ, બીજી વિકેટની ભાગીદારીમાં 94 રન બનાવ્યા હતા. જયારે રવિન્દ્ર જાડેજા ત્રાટકયો હતો અને વોર્નરને બાવન રને આઉટ કર્યો હતો. વોર્નરે બાવન રનમાં બે છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. સ્ટીવ સ્મીથ 41 રને શામીનાં દડામાં બોલ્ડ થયો હતો.છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ઓસ્ટ્રેલીયાનાં 21.3 ઓવરમાં 3 વિકેટે 112 રન થયા હતા.

ઓસ્ટ્રેલીયા સામેની પ્રથમ બે વન-ડેમાં રોહીત શર્માની ગેરહાજરીમાં કપ્તાનપદ કે.એલ.રાહુલને સોંપાયું છે.વર્લ્ડકપ પુર્વેની અંતિમ શ્રેણી હોવાથી બન્ને દેશો માટે તે મહત્વની છે.

વન-ડેમાં ઓસ્ટે્રલીયા સામે ભારતનો રેકોર્ડ સારો નથી. ભારત 54 મેચ જીત્યુ છે જયારે ઓસ્ટ્રેલીયાએ 82 મેચમાં જીત હાંસલ કરી છે. મોહાલીમાં 27 વર્ષથી ભારત ઓસ્ટ્રેલીયાને હરાવી શકયુ નથી તે દ્રષ્ટિએ પણ આજનો મેચ મહત્વનો છે.

ભારતીય ટીમમાં રોહીત, વિરાટ, હાર્દિક, કુલદીપ, જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.ત્યારે પ્લેઈંગ ઈલેવનમાં ઋતુરાજ, ગાયકવાડ, શ્રેયસ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરાયો છે. આ સિવાય શુભમન ગીલ, સુર્યકુમાર યાદવ, ઈશાન કિશન રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ તથા મોહમ્મદ શામી સામેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement