રાજકોટ,તા.22
ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસીએશનની જુદા-જુદા ગ્રુપમાં રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવા ગયેલ ફુટબોલ ટીમોમાં રાજકોટ ડિસ્ટ્રીકટ ફુટબોલ ટીમમાંથી ખેલાડીઓ પસંદગી પામેલ.જેમાં સબજુનીયર બહેનો (યુ-14) ચંદીગઢ ખાતે રમાયેલ નેશનલ ફુટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાત સ્ટેટ ફુટબોલ ટીમમાં રાજકોટ ડિસ્ટ્રીકટ ફુટબોલ ટીમમાંથી કુ.પ્રિન્સી ટીંબડીયા તથા કુ.નેત્રા પઢીયાર પસંદગી પામેલ.જુનિયર બહેનો (યુ-17) ભુવનેશ્ર્વર ખાતે રમાઈ રહેલ જુનીયલ બહેનોની નેશનલ ફુટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજયની ટીમમાં રાજકોટ ડિસ્ટ્રીકટ ફુટબોલ ટીમની કુ.ન્યાસા કનોજીયા પસંદગી પામી રમવા ગયેલ છે.
તા.24-9-23 થી જબલપુર ખાતે રમાનાર જુનીયર ભાઈઓની યુ-17 નેશનલ ફુટબોલ ટુર્નામેન્ટ માટે ગુજરાત રાજયની ફુટબોલ ટીમમાં રાજકોટ ડિસ્ટ્રીકટ ફુટબોલ ટીમના પાંચ ખેલાડીઓ પસંદગી પામી રમવા ગયેલ છે. યુગ નથવાણી-કેપ્ટન, કૃતાર્થ ઘેટીયા, યોગેશ ચૌહાણ, આયુષ પરાશર, ધ્રુવીલ માંકડીયા, આસિ.કોચ તરીકે જયેશ કનોજીયા ટીમ સાથે ગયેલ છે. ઉપરોકત ખેલાડીઓને રાજકોટ ડિસ્ટ્રીકટના ડી.વી.મહેતા, મુકેશ બુંદેલા, બી.કે.જાડેજા, જીવણસિંહ બારડ, રોહિત બુંદેલા, અજય ભટ્ટ, અમૃતલાલ બહુરાશી, ધર્મેશ છત્રોલા, જયેશ કનોજીયા, રાજેશ ચૌહાણ, લાલસિંહ ચૌહાણ વગેરે હોદેદારોએ બિરદાવ્યા હતાં.