નવી દિલ્હી: આત્મનિર્ભર ભારત હેઠળ લેપટોપ, ટેબ્લેટ સર્વર વિ. ઈલેકટ્રોનીક ગેઝેટની આયાત પર મુકાયેલા નિયંત્રણો સરકાર દુર કરશે. એક તબકકે સરકાર વિદેશી આ ગેઝેટ આયાત કરવા પર પૂર્ણ પ્રતિબંધ મુકી દીધો હતો અને તેના દેશમાં ઈ-ગેઝેટના ભાવમાં વધારો થતા ભવિષ્યમાં તેની અછત સર્જાવાના ભયથી સરકારે તેમાં આયાત લાયસન્સ અને કવોટા સહિતની જોગવાઈ કરી હતી પણ તેને પણ સરકાર હવે દુર કરવા જઈ રહી છે. જેના કારણે ડેલ-એચપી-એપ્પલ-સેમસંગ અને અન્ય કંપનીઓ માટે મોટી રાહત હશે.
જો કે લાંબાગાળે આ સરકાર વિદેશી આયાત ઘટાડીને ઘરઆંગણે તેનું ઉત્પાદન વધે તે જોવા માંગે છે પણ હાલ કોઈપણ પ્રકારના નિયંત્રણો લદાશે નહી. સરકાર પર એક તડાપીટ એવી પણ બોલી હતી કે તે ફરી લાયસન્સ રાજ લાવવા માંગે છે તો હવે ગ્લોબલ માર્કેટમાં રહેવા માટે આયાતમાં પણ ઉદારતા જરૂરી છે.
ઉપરાંત ઘરઆંગણે આ પ્રકારના ગેઝેટના કવોલીટી અને કોન્ટેટી બન્ને પ્રકારના ઉત્પાદનો હજુ દુરની વાત છે. હાલ ભારતમાં લેપટોપ વિ. વેચતી કંપનીઓ મુખ્યત્વે આયાત પર જ આધારીત છે છતાં સરકાર આડેધડ આયાતને પણ રોકવા માંગે છે. તેથી જ તા.1 નવે.ની આ પ્રકારના ઈ-ગેઝેટ માટે આયાત મેનેજમેન્ટ સીસ્ટમ દાખલ કરશે અને બાદમાં દરેક કંપનીઓના લાંબાગાળાના કવોટા નિશ્ચીત કરીને ઘરઆંગણે ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહનો આપશે. હાલ ભારતની કોઈપણ બ્રાન્ડ ઈ-ગેઝેટમાં નથી.