મુંબઈ તા.23
શેરબજારનાં ટ્રેડીંગમાં નુકશાનીનું જોખમ ઓછુ કરવા માટેની સ્ટોપલોસ સિસ્ટમ બંધ કરવાનો મુંબઈ શેરબજારે નિર્ણય લીધો છે. સ્ટોપલોસ માટે બે જુદી-જુદી સીસ્ટમ છે તે પૈકીની સ્ટોપલોસ વિથ માર્કેટ કંડીશન બંધ કરવામાં આવશે.
મુંબઈ શેરબજારે 9મી ઓકટોબરથી સ્ટોપલોસ વિથ માર્કેટ કંડીશન સીસ્ટમ બંબંધ કરવાનું જાહેર કર્યું છે.વાસ્તવમાં સ્ટોપલોસ નુકશાનીનું જોખમ ઓછુ કરતી સારી સીસ્ટમ છે. જોકે બે પ્રકારની સ્ટોપલોસ સીસ્ટમ અમલમાં છે.
એક સ્ટોપલોસ ભાવ આધારીત હોય છે ભાવ નિયત કિંમતથી નીચે જાય તો સ્ટોપલોસ ટ્રીગર થઈ જાય છે.જયારે સ્ટોપ લોસ વિથ માર્કેટ કંડીશન બજારભાવે ટ્રીઘર થાય છે.આ સીસ્ટમ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
સુત્રોના કહેવા પ્રમાણે ઓછી લીકવીડીટી ધરાવતાં ઓપ્શનમાં સ્ટોપલોસ વિથ માર્કેટ કંડીશનને કારણે સોદા ઘણા ઉંચા ભાવે થતા હતા. ઓર્ડર પુરા કરવા માટે સીસ્ટમ તમામ બીડનો સ્વીકાર કરી લેતી હતી એટલે ભાવ એકાએક વધી જતા હતા. અત્યંત ઉંચા ભાવના કારણે આવા સોદાને રોકવા માટે સીસ્ટમ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. છેલ્લા કેટલાંક સમયમાં ઘણા ફ્રીક (શંકાસ્પદ) સોદા માલુમ પડયા હતા તે પાછળનૂં કારણ સ્ટોપલોસ વિથ માર્કેટ કંડીશન સીસ્ટમનું જ હતું.