આણંદમાં માઈક્રોન કંપનીના 2.75 અબજ ડોલરના પ્લાન્ટનું ખાતમુહૂર્ત

23 September 2023 10:57 AM
Gujarat Technology Top News
  • આણંદમાં માઈક્રોન કંપનીના 2.75 અબજ ડોલરના પ્લાન્ટનું ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવના હસ્તે... : ગુજરાતમાં જ સેમી કંડકટર અને ઈલેકટ્રોનિકસ ઉદ્યોગમાં જંગી રોકાણ આવશે: કેન્દ્રીય મંત્રી: પ્લાન્ટ 5000 નોકરીઓ અને 15000 પરોક્ષ રોજગાર પેદા કરશે

ગાંધીનગર તા.23 : ગુજરાતમાં નજીકના ભવિષ્યમાં જ સેમી-કંડકટર અને ઈલેકટ્રોનિકસના ઉદ્યોગોમાં જંગી રોકાણ આવશે જેના પગલે ઔદ્યોગીક વિકાસની બાબતે ગુજરાત ટોચના સ્થાને આવી જશે એવો વિશ્વાસ કેન્દ્રીય ઈલેકટ્રોનિકસ એન્ડ આઈટી વિભાગના રાજયકક્ષાના મંત્રી રાજીવ ચંદ્રશેખરે વ્યક્ત કર્યો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવ વગેરેની ઉપસ્થિતિમાં શનિવારે સેમી કંડકટરના ઉત્પાદનમાં વિશ્વની અગ્રણી ગણાતી અમેરિકન કંપની માઈક્રોન ટેકનોલોજી દ્વારા અમદાવાદ નજીકના સાણંદ ખાતે 2.75 અબજ ડોલરના એસેમ્બલી અને ટેસ્ટીંગ પ્લાન્ટનું ખાતમુહુર્ત કરાશે. ખાતમુહુર્તના એક દિવસ પહેલાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે, દેશના સેમી-કંડકટરના ઉદ્યોગમાં ગુજરાત મજબૂત રીતે આગળ વધી રહ્યાના સંકેત આપી રહ્યું છે, જેના કારણે ભવિષ્યમાં ગુજરાત સમગ્ર દેશના સેમી-કંડકટર ઉદ્યોગનું એક મોટુ કેન્દ્ર બની જશે.

ગુજરાતમાં સેમી-કંડકટરના ઉત્પાદન માટે પ્લાન્ટ ઉભો કરવાની સમગ્ર કવાયતમાં ગુજરાત સરકારના સામે ચાલીને સક્રીય રીતે પહેલ કરવાના અભિગમે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. સાણંદ ખાતે બની રહેલો પ્લાન્ટ સમગ્ર દેશમાં એવો પ્રથમ પ્લાન્ટ હશે જયાં સેમી કંડકટર મેમરી ચિપનું ઉત્પાદન કરવામાં આવશે અને આ બાબત દર્શાવે છે કે ભારત કેટલી તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આ પ્લાન્ટ દેશના ઔદ્યોગીક વિકાસમાં એક સીમાચિહનરૂપ બની રહેશે એમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું.

ઉદ્યોગોના વિકાસ માટે સરકારે કરેલી કેટલીક પહેલ અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, માઈક્રોન કંપની દ્વારા 8.25 કરોડ ડોલરના રોકાણને પગલે આગામી પાંચ વર્ષમાં સીધી 5000 નોકરીઓનું સર્જન થશે અને 15000 જેટલા તેની સાથે સંકળાયેલા રોજગાર ઉભા થશે. સાણંદ ખાતે ઉભા થઈ રહેલા માઈક્રોનના આ પ્લાન્ટમાં એસેમ્બલ કરવાનું, ટેસ્ટીંગનું, માર્કીંગનું અને પેકેજીંગનું કામ કરવામાં આવશે અને ડિસેમ્બર 2024 સુધીમાં આ પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રમાં પ્રાયોગીક રીતે કામ કરી શકાય

તે માટે આ પ્લાન્ટમાં ઉત્પાદીત થનારા સેમી-કંડકટર અને ચીપમાં એઆઈનો પણ ઉપયોગ કરવામાં આવશે. ગુજરાતમાં ધોલેરાને ભવિષ્યના ભારતના સેમી-કંડકટરના શહેર તરીકે વિકસાવાઈ રહ્યું છે એમ કહેતાં ચંદ્રશેખરે ઉમેર્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમી કંડકટરના પ્લાન્ટ ઉભા કરવામાં 50 ટકા નાણાંકીય સહાય કરવાની ખાતરી આપી છે. તદઉપરાંત કેન્દ્ર સરકારે નીતિ વિષયક સુધારા કર્યા છે, નેશનલ કવોન્ટમ મિશન જેવી પહેલ શરૂ કરી છે અને યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સેમી-કંડકટરના અભ્યાસક્રમો શરૂ કરાવ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement