આઈફોનનો ક્રેઝ: અમદાવાદનો યુવક મુંબઈમાં 17 કલાક લાઈનમાં ઉભો રહ્યો!

23 September 2023 11:00 AM
Ahmedabad Gujarat India Technology Top News
  • આઈફોનનો ક્રેઝ: અમદાવાદનો યુવક મુંબઈમાં 17 કલાક લાઈનમાં ઉભો રહ્યો!

અમદાવાદ,તા.23 : એપલના નવા ફોન એટલે કે આઈફોલ 15 સિરીઝનું ઑફલાઇન વેચાણ આજથી શરૂ થઈ ગયું છે. આ ફોન માત્ર એપલ સ્ટોરમાંથી જ નહીં પરંતુ અન્ય ઓફલાઈન રિટેલ સ્ટોરમાંથી પણ ખરીદી શકાય છે. પરંતુ આ વખતે એપલ સ્ટોર પરથી આઈફોન ખરીદવા માટે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના યુવકનો નવા આઈફોનને લઈને ગજબનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ યુવક સ્પેશિયલ આઈફોન 15 પ્રો.મેકલ ખરીદવા મુંબઇ પહોંચ્યો હતો અને 17 કલાક સુધી લાઈનમાં ઊભો રહ્યો હતો.

આ પહેલીવાર છે તમે ભારતમાં એપલ સ્ટોર પરથી નવીનતમ આઈફોન ખરીદી શકશો.આ વર્ષે તેના સ્ટોર મુંબઈના ઇઊંઈ અને દિલ્હીના સાકેત સિલેક્ટ સિટીમાં ખોલ્યા છે. ગઈકાલથી લોકો આ સ્ટોર્સ પર કતારોમાં ઉભા છે અને તેમના વારાની રાહ જોઈ રહ્યા છે. ઘણા વર્ષો પહેલા અમેરિકા અને અન્ય બજારોમાં આવી લાઈનો જોવા મળતી હતી. તે સમયે લોકો સૌથી પહેલા લેટેસ્ટ આઇફોન મેળવવા માટે કલાકો સુધી કતારોમાં ઉભા રહેતા હતા. જોકે સમય જતાં આ ક્રેઝ શમી ગયો. તેનું મુખ્ય કારણ ઓનલાઈન વેચાણની લોકપ્રિયતા છે.

સ્ટોર્સ ખુલતા પહેલા જ મુંબઈ અને દિલ્હીના સ્ટોર પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. એક વ્યક્તિએ જણાવ્યું કે તે અમદાવાદથી મુંબઈ માત્ર આઈફોન 15 પ્રો.મેકલ ખરીદવા આવ્યો હતો. આ વ્યક્તિ 21મીએ બપોરે 3 વાગે સ્ટોર પર પહોંચ્યો હતો અને તેણે સૌથી પહેલો આઈફોન ખરીદ્યો હતો. આ સિવાય એક વ્યક્તિ આઈફોન ખરીદવા માટે વહેલી સવારે બેંગલુરુથી મુંબઈના સ્ટોર પર ઉભા રહેવા માટે ફ્લાઈટમાં ગયો હતો. આ એક-બે લોકોની કહાની છે, સ્ટોર પર લાઇનમાં ઉભેલા લોકોમાં ઘણા એપલ પ્રેમીઓ છે જે બીજા શહેરમાંથી નજીકના સ્ટોર પર પહોંચ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement