મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા અનુકંપા દાન કરાયું: વીર પ્રભુની રથયાત્રા યોજાઇ

23 September 2023 11:52 AM
kutch Saurashtra
  • મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા અનુકંપા દાન કરાયું: વીર પ્રભુની રથયાત્રા યોજાઇ

ભચાઉમાં આ. શ્રી કીર્તિચંદ્રસૂરિજી મ.ની પ્રેરણાથી

(ગની કુંભાર)
ભચાઉ તા.23

જૈન યુવક મંડળ સંચાલિત શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર ભચાઉ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ દરમ્યાન તથા પ્રભુ મહાવીર ના રથયાત્રા માં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કીર્તિ ચંદ્ર સુરીશ્ર્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ કીર્તિ દર્શન સુરીશ્વરજી મહારાજ સાહેબ ની પ્રેરણાથી શ્રી મહાવીર અનુકંપા કેન્દ્ર ભચાઉ દ્વારા અનુકંપાદાન કરવામાં આવ્યુ વિવિધ દાતાશ્રીઓના સહોગથી ભચાઉ શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તાર તથા કસ્ટમ ચાર રસ્તા પાસે પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમિયાન રોજે રોજ અલગ અલગ એરિયામાં જઈ મોનથાળ ગાંઠીયા સેવ બુંદી અલગ અલગ વસ્તુ નું વિતરણ કરવામાં આવ્યું.

મહાવીર જન્મ કલ્યાણક ના દિવસે ચારે જિનાલયના કર્મચારી (સ્ટાફ) ને મીઠાઈના પેકેટનું વિતરણ કરવામાં આવ્યા તથા પ્રભુ મહાવીર ની રથયાત્રા માં પણ અનુકંપા દાન નું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો લાભ વિવિઘ દાતા શ્રીઓ તથા મહેતા મણીલાલ વાઘજીભાઈ પરિવાર તરફથી લાભ લીધેલ હતો તથા અનુકંપા દાન નું વિતરણ કરવા માટે તેમના પરિવારે મનોજ ભાઈ મહેતા હિત મહેતા મંત્ર મેહતા રાજ મહેતા મન મેહતા સેવા આપી હતીજેની વ્યવસ્થા શ્રી મહાવીર અનુકંપા કેન્દ્રના સભ્ય અરવિંદ ડી મહેતા તથા અશોક સી વોરા સંભાળેલ હતી તથા શ્રી મહાવીર અનુકંપા કેન્દ્રના સભ્ય ચેતન ગાંધી ગૌતમ શાહ તુષાર કુબડિયા પ્રકાશ શેઠ હાર્દિક મહેતા તીર્થ મહેતા જૈનમ શાહ જીત મેહતા વીર મોરબીયાં સેવા આપી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement