રાજકોટ, તા.23 : કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજી ના 125 મા પ્રાગટયદિન પ્રસંગે શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચે2ીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટથી સિદસર સુધી પદયાત્રાનું આયોજન કરાયું છે. આ પદયાત્રા 26 સપ્ટેમ્બર ને મંગળવારના 2ોજ સંસ્થાની ઓફિસ રાજકોટ થી પ્રસ્થાન કરશે. જેમાં અનેક પદયાત્રિકો જોડાશે. રાજકોટના શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરેટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની માફક આ વર્ષ પણ ભાદરવા સુદ પૂનમના રોજ શ્રી ઉમિયા માતાજી સિદસરના પ્રાગટય દિન નિમિતેે યોજાનારા મહાયજ્ઞમાં ભાગ લેવા તથા રાજકોટ થી સિદસર સુધી શ્રી ઉમિયા માતાજીના રથ સાથેની પદયાત્રાનું આયોજન કરાયુું છે.
આ પદયાત્રા તા.27-9-2023ને મંગળવારના 2ોજ સંસ્થાની ઓફિસ અંકુર ર્કોમશીયલ સેન્ટર ગોંડલ રોડ થી સવારે 4:39 કલાકે પ્રારંભ થશે. રાજકોટથી પદયાત્રિકોનો સંઘ માં ઉમિયાના જયઘોષ સાથે સિદસર જવા રવાના થશે. રાજકોટથી શ્રી ઉમિયા માતા મંદિર સિદસર જતાં પદયાત્રિકો પી.ડી. માલવીયા કોલેજ, ગોંડલ રોડ થઈ વેરાવળ (શાપર) પહોંચશે. શાપર વેરાવળ ખાતે પદયાત્રીકો ચા-નાસ્તા કરી રીબડા, થઈ દાળેશ્વર મહાદેવના મંદીરે બપોરની પ્રસાદી લઈ વિરામ કરશે. બપોરે 2:30 કલાકે ત્યાથી પ્રસ્થાન કરી વાળધરી કોલીથડ મુકામે રાત્રીની પ્રસાદી તેમજ રાત્રી રોકાણ કરશે. તા.27-9-2023ને બુધવારે કોલીથડ મુકામથી પ્રસ્થાન કરી ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે ચા -નાસ્તો ક2ી બેટાવડ, ખડવંથલી, અંબરડી, તરકાસર, વાવડી, સાતોદડ મુકામે બપોરની પ્રસાદી લઈ આ2ામ ક2શે. બપોર બાદ 2:30 કલાકે સાતોદડ મુકામે થી પ્રસ્થાન કરી ચ2ેલનું પાટીયું, ચિત્રાવડની પાસે થઈને જામટીંબડી મુકામે રાત્રી પ્રસાદ લેશે
તેમજ રાત્રી રોકાણ કરશે. તા. 28-9 ને ગુરૂવારના રોજ સવારે 5 કલાકે જામટીંબડી મુકામે ચા લઈ પ્રસ્થાન કરી સાજડીયાળી મુકામે ચા-નાસ્તો લઈ અરણી થઈને ભાયાવદર મુકામે બપોરની પ્રસાદી લઈ આરામ કરાશે. બપો2ના 12 કલાકે પ્રસ્થાન કરી ખારચીયા, મોટી પાનેલી થઈને સિદસર મુકામે પહોચશે. જયા શ્રી ઉમીયા માતાજી મંદિરે સાંજની આરતીનો લાભ લઈને રાત્રી પ્રસાદી તેમજ રાત્રી રોકાણ કરાશે. ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઇ મણવર ઉપપ્રમુખ અતુલભાઇ ભુત, મંત્રી ધર્મેન્દ્રભાઇ ઉકાણી, સહમંત્રી જેન્તીભાઇ ભાલોડીયા, ખજાનચી, ભુપતભાઇ જીવાણી, તેમજ ટ્રસ્ટી રાજેશભાઇ ત્રાંબડીયા, કાન્તીભાઇ કનેરીયા કારોબારી પ્રમુખ પ્રફુલભાઇ દેત્રોજા, ઉપપ્રમુખ અશ્ર્વિનભાઇ બરોચીયા જહેમત ઉઠાવી રહ્યા છે.
આ પદયાત્રામાં જોડાવા ઇચ્છુક ભાઇ-બહેનોએ પદયાત્રાના ફોર્મ અમી ગ્રાફીકસ-ગુરૂકુલ ગોંડલ રોડ, પ્રમુખ મેડીસીન-કોટેચા ચોક, શીતલ ટ્રાવેલ્સ પંચાયતનગર, ઉમિયાજી પાન, યોગેશ્વર પાર્ક, ઉમિયા યુવા ચેરી. ટ્રસ્ટ-બેકબોન શોપીંગસેન્ટર, રૂપ બ્યુટી શોપ-સ્વામિનારાયણ ચોક, ઉમા લક્ષ્મી મંડપ સર્વિસ, જલજીત સોસાયટી, શ્રી ઉમિયા કડવા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ વેરાવળ મેઇન રોડ, વિશ્વાસ આરો ઇલેકટ્રીક અંબિકા ટાઉનશીપ, શ્રી ઉમિયાજી પાન એન્ડ કોલ્ડ્રીંકસ, અંબિકા ટાઉનશીપ, પટેલ મોબાઇલ માધવ ગેઇટ, ગોર્વધન ચોક, રામ હાર્ડવેર એન્ડ સેનેટરી મોલ રાજમંદિર કોમ્પ્લેક્ષ, રામપાર્ક ખાતેથી મેળવી તેમજ પરત આપવા સંસ્થાની એક યાદીમાં જણાવાયું છે.