ગોંડલ, તા.23
એશિયાટીક એન્જીનિયરિંગ ગોંડલ ખાતે ગણેશ મહોત્સવ દરમિયાન કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા કઈક નવીન અભિગમથી ગણપતિની પ્રતિકૃતિ બનાવી તેની આરાધના કરવામાં આવી રહી છે ગણપતિ દાદાને હિન્દુ સંસ્કૃતિનું ધર્મ વૃક્ષ એવો પીપળો અતિ પ્રિય છે તેથી કોલેજની વિદ્યાર્થિનીઓએ ગણેશ ઉત્સવના ત્રણ દિવસ અગાઉથી એશિયાટીક કેમ્પસમાં આવેલા પીપળાના પાનને પલાળી તેની લુગદી તૈયાર કરી તેમાથી ગણપતિની વિશિષ્ઠ પ્રતિકૃતિ બનાવેલ અને તેનું કેમ્પસમાં સ્થાપન કરી ગણપતિ આરાધના કરવામાં આવી રહી છે આ પ્રતિકૃતિ બનાવવા માટે 1111 પીપળાના પાનને બે દિવસ પલાળી તેમાથી રેશા દૂર કરી યાંત્રિક ઉપકરણ દ્વારા રેશમી લુગદી બનાવી તેનું ધાર્મિક શુદ્ધિકરણ કરી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગણપતિની પ્રતિકૃતિ બનાવેલ છે.
આ તકે એશિયાટીક કેમ્પસના સ્થાપક પ્રમુખ ગોપાલભાઈ ભુવાએ જણાવેલ કે માટી માથી ગણપતિની મુર્તિ બનાવાની પ્રણાલીથી એક કદમ આગળ પીપળાના પાનની લુગદીમાથી ગણપતિ બનાવાનો આ સંકલ્પ ખૂબ પવિત્ર છે કારણ કે પીપળાનું વૃક્ષ 24 કલાક ઓક્સિજન પૂરું પાડે છે અને હિન્દુ ધર્મની દરેક વિધિમાં પીપળાને સ્થાન આપવામાં આવ્યું છે.
ઈજનેરી અભિગમથી બનાવેલી આ ગણપતિ અને શિવલિંગની આ પ્રતિકૃતિના દર્શને ગોંડલ અને તેની આસપાસના વિસ્તારના લોકો આવેલ તેઓએ એન્જીનિયરિંગની વિદ્યાર્થિનીઓના નવતર વિચારને બિરદાવેલ આ પ્રતિકૃતિ તૈયાર કરવા માટે એશિયાટીક કેમ્પસની મેનેજમેંટ ટીમના હિરેનભાઇ ભાલોડીયા, અમિતભાઈ કોઠારી, દીપભાઈ સાકરીયા અને મેઘાબેન ગોપીયાણીએ વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપેલ છે.