ભારત 27 વર્ષ પછી મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે જીત્યું: કેપ્ટન રાહુલે સિક્સ ફટકારીને જીત મેળવી; શમીએ 5 વિકેટ લીધી હતી

23 September 2023 12:30 PM
India Sports World
  • ભારત 27 વર્ષ પછી મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે જીત્યું: કેપ્ટન રાહુલે સિક્સ ફટકારીને જીત મેળવી; શમીએ 5 વિકેટ લીધી હતી
  • ભારત 27 વર્ષ પછી મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે જીત્યું: કેપ્ટન રાહુલે સિક્સ ફટકારીને જીત મેળવી; શમીએ 5 વિકેટ લીધી હતી
  • ભારત 27 વર્ષ પછી મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે જીત્યું: કેપ્ટન રાહુલે સિક્સ ફટકારીને જીત મેળવી; શમીએ 5 વિકેટ લીધી હતી
  • ભારત 27 વર્ષ પછી મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે જીત્યું: કેપ્ટન રાહુલે સિક્સ ફટકારીને જીત મેળવી; શમીએ 5 વિકેટ લીધી હતી

♦ ટીમ ઇન્ડિયા વનડે સહિત તમામ ફોર્મેટમાં નંબર વન બની

♦ 16 વર્ષ બાદ કોઈ બોલરે ભારતમાં ઘર આંગણે એક મેચમાં 5 વિકેટ ઝડપી ; ચાર ભારતીય બેટરોએ ફિફટી ફટકારી

♦ ભારત પ્રથમ વખત ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બન્યું: આવું કરનાર વિશ્વની બીજી ટીમ, દક્ષિણ આફ્રિકાએ 2012માં આવું કર્યું હતું

મોહાલી : ભારતે વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં ભારતીય ટીમે 27 વર્ષ પછી કાંગારૂઓને હરાવ્યું. અહીં ઓસ્ટ્રેલિયા સામે ટીમની છેલ્લી જીત 1996માં મળી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ 5 વિકેતથી મેચ જીતી લીધી હતી. આ સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0 થી આગળ છે.

ત્રણેય ફોર્મેટમાં નંબર 1
શુક્રવારે મળેલી જીતની સાથે જ ટીમ ઈન્ડિયા ODI રેન્કિંગમાં નંબર-1 બની ગઈ છે. ટેસ્ટ અને ટી-20માં ટીમ પહેલાથી નંબર-1 હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પ્રથમ વખત ત્રણેય ફોર્મેટમાં નંબર-1ના સ્થાને પહોંચી છે.

મોહાલીમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ રમવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરમાં 276 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 48.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. 5 વિકેટ લેનાર મોહમ્મદ શમી પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

4 બેટ્સમેનોએ અડધી સદી ફટકારી...
1. ગિલની 37 બોલમાં ફિફ્ટી
ભારતીય ઓપનર શુભમન ગિલે તેની ODI કારકિર્દીની 9મી ફિફ્ટી ફટકારી. તેણે માત્ર 37 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. ગિલે 63 બોલમાં 74 રનની ઇનિંગ રમી હતી. તેણે 117.46ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. ગિલની ઇનિંગ્સમાં 6 ફોર અને 2 સિક્સ સામેલ હતી.

2. ગાયકવાડની પ્રથમ અડધી સદી
ઋતુરાજ ગાયકવાડ તેની ODI કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારીને આઉટ થયો હતો. ગાયકવાડે 92.21ના સ્ટ્રાઈક રેટથી 77 બોલમાં 71 રન બનાવ્યા હતા. તેને એડમ ઝમ્પાએ કઇઠ કર્યો હતો.

3. સૂર્યકુમારની ત્રીજી ફિફ્ટી
સૂર્યકુમાર યાદવે તેની ODI કારકિર્દીની ત્રીજી ફિફ્ટી ફટકારી. તેણે 49 બોલમાં 50 રન બનાવ્યા હતા. તેણે 102.04ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. સૂર્યાના દાવમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

4. કેપ્ટન કેએલ રાહુલે ચોગ્ગા સાથે પોતાની ફિફ્ટી પૂરી કરી
નિયમિત કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ કેપ્ટનશીપ કરી રહેલા કેએલ રાહુલે તેની ODI કારકિર્દીની 14મી ફિફ્ટી ફટકારી. તેણે ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. આટલું જ નહીં રાહુલે સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી.

શમીએ 5 વિકેટ ઝડપી
ટોસ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયાના ઓપનર મિચેલ માર્શને પહેલી જ ઓવરમાં 4 રન પર પેવેલિયન પરત મોકલી દીધા હતા. બાદમાં તેણે સ્ટીવ સ્મિથ (41 રન), માર્કસ સ્ટોઇનિસ (29 રન), મેથ્યુ શોર્ટ (2 રન) અને સીન એબોટ (2 રન)ને આઉટ કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 10 વિકેટે 276 રન બનાવ્યા હતા . ઓપનર ડેવિડ વોર્નરે 52 રનની અડધી સદી ફટકારી હતી જ્યારે સ્ટીવ સ્મિથે 41 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્ર્વિન અને રવિન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી હતી. 2 બેટ્સમેન રન આઉટ થયા હતા.

ઓસ્ટ્રેલીયાએ 50 ઓવરમાં 276 રન કર્યા, જ્યારે ભારતે 48.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 281 રન કરી મેચ જીત્યું.

વરસાદને કારણે રમત બંધ કરવી પડી.ઓસ્ટ્રેલિયન
ઇનિંગ્સની માત્ર 35.4 ઓવર જ રમાઈ હતી જ્યારે વરસાદ આવ્યો અને રમત અટકાવવી પડી, જો કે થોડી જ વારમાં વરસાદ બંધ થઈ ગયો અને મેચ ફરી શરૂ થઈ. ડેવિડ વોર્નરની 49 બોલમાં ફિફ્ટી: ઓપનર ડેવિડ વોર્નરે તેની ODI કારકિર્દીની 29મી ફિફ્ટી ફટકારી હતી. તેણે 49 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વોર્નર 98.11ના સ્ટ્રાઈક રેટથી 53 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement