જુનાગઢ તા.23 : જેતપુરના નવાગઢની મહિલાને બે અજાણ્યા ઠગોએ જુનાગઢ બસ સ્ટેશન પાસે રૂા.50 હજારની રોકડ રકમ લઈ છેતરપીંડી કર્યાની બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. આ અંગેની વિગત મુજબ જેતપુરના નવાગઢ ખાતે રામૈયા હનુમાન વિસ્તારમાં રહેતા ફરીયાદી સોનલબેન લલીતભાઈ જેઠાભાઈ ચાવડા (ઉ.38) ગત તા.18-9-2023ના બપોરના 11ના સુમારે જુનાગઢ એસટી બસ સ્ટેશન પાસેના પટેલ રેન્ટોરન્ટની બાજુમાં બે અજાણ્યા શખ્સોએ સોનલબેનને કહેલ કે અમો અનાથ આશ્રમના બાળકો છીએ અમદાવાદ ખાતેથી સોના ચાંદીના દાગીના મળેલ છે. જે દાગીના તમે જોઈ લ્યો પછી પૈસા બાબતે નકકી કરીશું બાદ બે ચાંદીના સિકકા સોનલબેન ચાવડાને આપી રૂા.50 હજાર મહિલા પાસેથી લઈને છેતરપીંડી કર્યાની ફરીયાદ બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે. આરોપીએ આપેલ મોબાઈલ વાળાની સાથે એક અન્ય શખ્સ હોવાનું જણાવ્યું છે. બી ડીવીઝન પીએસઆઈ એસ.એન. ક્ષત્રીયે તપાસ હાથ ધરી છે.