♦ 1 કરોડ જીતી ગેમ છોડી જનાર જેનસીલે છેલ્લા સવાલનો સાચો જવાબ આપતા બિગબીએ કહ્યું-‘ખેલ જાતે તો 7 કરોડ જીત જાતે’
મુંબઈ: પોપ્યુલર ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’માં 1 કરોડ રૂપિયા જીત્યા બાદ સ્પર્ધક યુવાન જેનસીલ કુમાર ભાવુક બની ગયો હતો. ત્યારે શોના હોસ્ટ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને તેને પૂછયુ હતું કે, 1 કરોડ જીત્યાથી કેવુ લાગે છે.ત્યારે આંખોમાં હરખના આંસુ સાથે કહ્યું હું-સર, મેં જયારે કેબીસી વિષે જાણ્યું ત્યારે મારૂ સપનું આ સ્ટેજ પર પહોંચવાનું હતું.
હું 2011 થી સતત તેના માટે ટ્રાય કરતો હતો.મને યાદ છે હું શ્વાસ લેવા કરતા કેબીસી વિશે વધુ વિચારતો હતો. કેબીસીમાં આવવા માટે હું સતત પ્રયાસ કરતો હતો. લોકો મારી મશ્કરી કરતા હતા પણ મને વિશ્વાસ હતો કે એક દિવસ હું તેમને ખોટા પાડી દઈશ. મેં સપનું જોયું હતું કે મારી તકદીર અને મારા ઘરની તસ્વીર બદલી જશે.
જેનસીલે જણાવ્યુ હતું કે, મારા પાંચ વર્ષનાં દિકરાએ મને પ્રોત્સાહીત કર્યો હતો. જયારે કેબીસીનાં કોલ નહોતા આવતા ત્યારે મારો નાનકડો પુત્ર મને કહેતો જરૂર આવશે-તે કહેતો જયારે જાવ ત્યારે સાથે ચમચમાતી કાર લઈને આવજો.આ તેની શ્રધ્ધા હતી જેણે મને ધનવાન બનાવ્યો.
ઉલ્લેખનીય છે કે, 7 કરોડના ઈનામ માટે અમિતાભ બચ્ચને તેને પ્રશ્ર્ન પૂછયો જેનો જવાબ ન આવડતા તેણે ગેમ્સ છોડી દેવાનું યોગ્ય માન્યું. એક કરોડનું ઈનામ જીતનાર જેનસીલને જયારે અમિતાભે પૂછયુ હતું કે જો જવાબ આપ્યો હોત તો શું આપ્યો હોત! તેના જવાબમાં જે જવાબ જેનસીલે આપ્યો તે સાચો હતો. ત્યારે બિગબીએ તેને કહ્યું ‘ખેલ જાતે તો 7 કરોડ જીત જાતે’ બાદમાં બચ્ચને જેનસીલને બાદમાં બચ્ચને જેનસીલને ફરી ભેટીને શુભેચ્છા પાઠવી હતી.