મુંબઈ,તા.23
કી કૌશલ અને માનષી છીલ્લર સ્ટારર ફિલ્મ ‘ધી ગ્રેટ ઈન્ડીયન ફેમિલી‘ફેમીલીના બહાને સાંપ્રદાયીક સદભાવનો મેસેજ આપતી ફીલ્મ છે.ફિલ્મની કથા મુજબ વેદવ્યાસ ત્રિપાઠી ઉર્ફે બિલ્લુ (વિકી કૌશલ) શહેરના જાણીતા પંડીતનો દીકરો છે. બાળપણથી જ પોતાની સુમધુર અવાજથી લોકોનું દિલ જીતતા બિલ્લુ ભજન કુમારથી પણ જાણીતો છે.
સ્કુલનાં દિવસોથી અમીર ઘરની દિકરી પ્રેમ કરનાર બિલ્લુ તે છોકરીનાં લગ્નમાં ભજન ગાવાની તૈયારીમાં હોય છે ત્યાં અચાનક તેના ઘરનાઓને એક અનામી ચીઠ્ઠી મળે છે જેમાં ખબર પડે છે કે તે પંડીતજીનાં બદલે કોઈ મુસ્લીમ પરિવારનો પુત્ર છે. આ મુસીબત મોટી બની જાય છે. કારણ કે તેના પિતા તીર્થયાત્રા પર ગયા હોય છે. આખરે બિલ્લુ ઉર્ફે ભજનકુમાર પોતાને મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર કાઢે છે તે માટે ફિલ્મ સિનેમા હોલમાં જોવી જ રહે.
ફિલ્મનું ટાઈટલ ‘ધી ગ્રેટ ઈન્ડીયન ફેમિલી’જે કન્ફયુઝ કરે છે.ફિલ્મની શરૂઆત પણ આ ટાઈટલથી શરૂ થાય છે. ઈન્ટરવલ પહેલા આ તર્જ પર મનોરંજન પણ કરે છે. ત્યારબાદ ફિલ્મનું ફોકસ સાંપ્રદાયીક સદભાવ પર શિફટ થાય છે. ફિલ્મનું નિર્દેશન અને લેખન વિજય કૃષ્ણ આચાર્યે કર્યું છે. સેક્ધડ હાફમાં ફિલ્મનો સ્ક્રીન પ્લે ગુંચવાય જાય છે.
ધાર્મિક એકતાનો સુંદર મેસેજ આપતી આ ફિલ્મનો સ્ક્રીન પ્લે કમજોર હોવાથી ધારી અસરકારક નથી બની. વિકી કૌશલે ફિલ્મમાં સારૂ કામ કર્યું છે. માનષી છીલ્લર પોતાની છાપ નથી છોડી શકતી. કુમુદ મિશ્રાએ શાનદાર કામ કર્યું છે. ફિલ્મનું સંગીત ખાસ અસરદાર નથી.