લોકસભા ચુંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન: મજબૂત લડાઈ અપાશે: ઈશુદાન ગઢવી

23 September 2023 05:05 PM
Rajkot Gujarat Politics
  • લોકસભા ચુંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન: મજબૂત લડાઈ અપાશે: ઈશુદાન ગઢવી
  • લોકસભા ચુંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન: મજબૂત લડાઈ અપાશે: ઈશુદાન ગઢવી
  • લોકસભા ચુંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન: મજબૂત લડાઈ અપાશે: ઈશુદાન ગઢવી
  • લોકસભા ચુંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધન: મજબૂત લડાઈ અપાશે: ઈશુદાન ગઢવી

► ‘આપ’ કેડર અને લોકોના પ્રશ્ને ‘સંઘર્ષ’થી ગુજરાતમાં વિકલ્પ બનશે: પ્રદેશ પ્રમુખ

► આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાંજ સમાચારની શુભેચ્છા મુલાકાતે: વિધાનસભા ચૂંટણી બાદ સંગઠન નવેસરથી રચવા; 1 લાખથી વધુ કેડર; 52000 બુથો સુધી પહોંચી જશું

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભા ચુંટણી સમયે ધમાકાભેર ત્રીજો વિકલ્પ બનવા આવેલા અને પાંચ વિધાનસભા બેઠક જીતીને ખાતુ ખોલાવનાર આમ આદમી પાર્ટી હવે રાજયમાં કેડર-સંઘર્ષ અને ગઠબંધનના રાજકારણના આધાર આગામી લોકસભા ચૂંટણીમાં ઝંપલાવશે.

આજે ખાસ મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈશુદાનભાઈ ગઢવીએ સાંજ સમાચારના એકઝીકયુટીવ એડીટર શ્રી કરણભાઈ શાહ સાથેની વાતચીતમાં જણાવ્યું કે વિધાનસભા ચુંટણી બાદ અમોએ સંગઠનને નવેસરથી સ્વરૂપ આપવા અને છેક પેજ પ્રમુખ સુધીની વ્યવસ્થા ઉભી કરવા તથા લોકોના પ્રશ્નોને વાચા આપીને તેના ઉકેલ માટે સરકાર સામે લડત આપીને આ વિશાળ સમુદાય આમ આદમી પાર્ટી સાથે જોડાય

► ‘ઈન્ડીયા’ સાથે રાષ્ટ્રીય સ્તરે જોડાણ: બેઠકોનો નિર્ણય તો ગુજરાત સ્તરે જ થશે: ભાજપને પરાજીત કરવાનો વિશ્વાસ દર્શાવે છે

તે માટે પ્રયાસો અત્યંત જુસ્સાભેર શ્રી ઈશુદાન ગઢવીએ કહ્યું કે 2027ની વિધાનસભા ચુંટણી પુર્વે ‘આપ’ના સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત પર ધ્યાન કેન્દ્રીત કરશે. તેઓએ લોકસભા ચૂંટણી અંગે કહ્યું કે કોંગ્રેસ સાથે જોડાણ કરીને આમ આદમી પાર્ટી ચુંટણી લડશે. આ માટે રાષ્ટ્રીય કક્ષાએ ‘ઈન્ડીયા’ ગઠબંધનના નિર્ણય મુજબ આગળ ધપાશે અને આપ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ખભેખભા મિલાવીને ભાજપને લડત આપશે.

તેઓએ જણાવ્યું કે લોકોને વિકાસ જોઈએ છીએ તે વિધાનસભા ચુંટણીએ સાબીત કર્યું છે અને અમો તે માટે સક્ષમ બની રહ્યા છીએ. તેમની આ મુલાકાતમાં અજીતભાઈ લોખીલ- પ્રદેશ સંગઠન મંત્રી, દિલીપસિંહ વાઘેલા- લોકસભા ઈન્ચાર્જ- રાજકોટ, રાકેશભાઈ સોરઠીયા- શહેર પ્રભારી- રાજકોટ, તેજસભાઈ ગાજીપરા- જીલ્લા પ્રમુખ- રાજકોટ, જનકભાઈ ડાંગર- પ્રદેશ સહમંત્રી, ઈમરાનભાઈ કામદાર- પ્રદેશ સહમંત્રી જોડાયા હતા.

અમો વિકાસ કરવા જઈ રહ્યા છીએ. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના વડા ઈશુદાન ગઢવી આજે ટીમ ‘આપ’ સાથે સાંજ સમાચારની મુલાકાતે આવ્યા હતા અને પક્ષની આગામી સમયની યોજના અંગે સાંજ સમાચારના યુવા મેનેજીંગ એડીટર કરનભાઈ શાહ સાથે ચર્ચા કરી હતી. (તસ્વીર: પંકજ શીશાંગીયા)


Related News

Advertisement
Advertisement
Advertisement