અમદાવાદ: આમ આદમી પાર્ટીના એક સમયના પ્રદેશ પ્રમુખને હવે પ્રભારી ગોપાલ ઈટાલીયાએ હવે હાઈકોર્ટમાં પ્રેકટીસ શરુ કરી છે. તેઓને પહેલો કેસ અરવિંદ કેજરીવાલની ગુજરાત યુનિ. સામેની ‘રીટ’ રૂપે મળ્યો હતો. તેઓ દિલ્હીથી આવેલા કેજરીવાલની લીગલ ટીમ સાથે હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેઓએ આ પછી એક ભાવુક મેસેજ અપલોડ કર્યો. ઈટાલીયા નવી જવાબદારી નવી રાહ અને નવા સપના સાથે નવી યાત્રામાં સૌના આશિર્વાદ મેળવશે. તેઓએ અગાઉ એક પોલીસ કર્મચારી તરીકે અદાલતમાં અનેક વખત હાજરી આપી હતી. બાદમાં તેમની સામે થયેલા રાજકીય કેસમાં તેઓ આરોપી તરીકે કોર્ટમાં ગયા હતા અને હવે ધારાશાસ્ત્રી તરીકે તેઓ પ્રવેશ્યા છે. તેઓએ કહ્યું કે હાઈકોર્ટના ધારાશાસ્ત્રી તરીકે હું ગૌરવ અનુભવુ છું.