આઈફોન સહિત એપલના પ્રોડકટ પર સાયબર એટેકનો ખતરો

23 September 2023 05:30 PM
India Technology
  • આઈફોન સહિત એપલના પ્રોડકટ પર સાયબર એટેકનો ખતરો

ભારત સરકારની કોમ્પ્યુટર ઈમરજન્સી રીપોન્સ ટીમ દ્વારા ચેતવણી

નવી દિલ્હી: ભારતમાં જ ગઈકાલે લોન્ચ થયેલા એપલ-15 અને પ્રો સહિતના એપલના ગેઝેટના ઉપયોગમાં હેકીંગ અને સાયબર એટેક અંગે સાવધ કર્યા છે. ઈન્ડીયન કોમ્પ્યુટર- ઈમરજન્સી રીપોન્સ ટીમ દ્વારા આ ગંભીર વોર્નિંગ ઈસ્યુ કરી છે. જેમાં એપલના વિવિધ ઉત્પાદનો આઈફોન, એપલ વોચ, આઈપેડ વિ.માં જે તે ગેઝેટની સલામતી સીસ્ટમને તોડીને પણ તેમાં માલવેર મારફત સાયબર એટેક કરી શકે છે. આ એક સાયન્ટ એટેક હશે જેમાં યુઝર્સને કોઈ ખબર પડશે નહી. આ માટે યુઝર્સને કોઈ ડોકયુમેન્ટ ખોલવાની પણ જરૂર પડશે નહી.


Related News

Advertisement
Advertisement
Advertisement