રાજકોટ, તા.23 : રાજકોટ તાલુકા પોલીસે 150 ફુટ રીંગ રોડ, આસ્થાના ગેઇટ પાસે, વસ્તા સુપર માર્કેટવાળી શેરીમાંથી અભ્યાસ કરતા પ્રિયંક રણજીત પરમાર (ઉ.વ.19, રહે. આંબેડકરનગર શેરી નં.13)ને દારૂની બે બોટલ સાથે ઝડપી તેનું એકસેસ સ્કુટર અને રૂા. 1000ની કિંમતની દારૂની બોટલ કબ્જે કરી હતી. યુનિવર્સિટી પોલીસે ડ્રાઇવીંગનો ધંધો કરતા સોહિલ ઉર્ફે નાનો સોહિલ ઉસ્માન બુકેરા (ઉ.વ.22, રહે. સાધુ વાસવાણી રોડ, પામસીટી સામે, આરએમસી આવાસ)ને તેના ઘર પાસેથી દારૂની બે બોટલ સાથે પકડી ગુનો નોંધ્યો હતો.