ભારત-ઓસીઝ ટીમ સોમવારે બપોરે ખાસ વિમાનમાં એક સાથે રાજકોટ આવશે

23 September 2023 05:34 PM
Rajkot Sports
 • ભારત-ઓસીઝ ટીમ સોમવારે બપોરે ખાસ વિમાનમાં એક સાથે રાજકોટ આવશે

♦ વર્લ્ડકપ પુર્વેના તથા વર્તમાન શ્રેણીના અંતિમ મુકાબલાનો રોમાંચ

♦ 2.30 વાગ્યે એરપોર્ટ પર આગમન: ભારતીય ટીમ હોટલ સયાજી તથા ઓસ્ટ્રેલિયન ટીમ ફોર્ચ્યુનમાં રોકાશે

♦ 26મીએ બપોરે 1 વાગ્યે ઓસ્ટ્રેલિયા તથા 4 વાગ્યે ભારતીય ટીમની નેટપ્રેકટીસ

♦ 25મીએ બન્ને ટીમો હોટલમાં જ આરામ કરશે: 28મીએ પરત જશે

રાજકોટ,તા.23
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આગામી 27મીએ વન-ડે ક્રિકેટ મેચ યોજાવાનો છે તે પુર્વે સોમવારે 25મીએ બપોરે બન્ને ટીમો ખાસ વિમાનમાં રાજકોટ આવી પહોંચશે. 26મીએ બન્ને ટીમો વારાફરતી મેદાન પર નેટ પ્રેકટીસ કરશે.

આગામી માસથી ભારતમાં યોજાનારા વર્લ્ડકપ પુર્વેનો તથા ત્રણ મેચની વર્તમાન શ્રેણીને અંતિમ વન-ડે રમાવાનો હોવાથી બન્ને ટીમો માટે તો મહત્વનો બની જ રહેશે. સાથોસાથ રાજકોટ-સૌરાષ્ટ્રના ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ છલકાવાનું પણ સ્પષ્ટ છે. સોમવારે બન્ને ટીમોના આગમન સાથે રાજકોટ ક્રિકેટ ફીવરમાં જકડાવાનું માનવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સેક્રેટરી હિમાંશુ શાહે જણાવ્યું હતું કે સોમવારે બપોરે 2.30 વાગ્યે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો એક સાથે ખાસ વિમાનમાં રાજકોટ પહોંચશે અને એરપોર્ટથી ખેલાડીઓને સીધા હોટલ લઈ જવામાં આવશે. આ દિવસે ખેલાડીઓ હોટલમાં જ આરામ કરશે.

બન્ને ટીમોની નેટ પ્રેકટીસ સેશન 26મીએ યોજાશે. મંગળવારે બપોરે એક વાગ્યે ઓસ્ટ્રેલિયા પ્રેકટીસ સેશનમાં જોડાશે. જયારે ભારતની નેટ પ્રેકટીસ બપોરે ચાર વાગ્યે નિર્ધારવામાં આવી છે. ક્રિકેટ ટીમોના આગમનને પગલે એસોસીએશન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રોમાંચક વનડે માટે સ્ટેડીયમ તૈયાર છે. સુરક્ષાથી માંડીને તમામ જરૂરી પ્રબંધ કરવામાં આવ્યા છે. બુધવારે બપોરે 1.30 વાગ્યાથી મેચ શરૂ થશે તેના બે કલાક પુર્વે એટલે કે સવારે 11.30 વાગ્યાથી દર્શકોને એન્ટ્રી શરુ કરાવી દેવાશે. સોમવારે બપારે ખાસ વિમાનમાં બન્ને ટીમના ખેલાડીઓ આવી પહોંચશે. એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવશે.

કોહલી, રોહિત, હાર્દિક, કુલદીપ મુંબઈથી રાજકોટ પહોંચશે
આગામી બુધવાર 27ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ રમાવાની છે. ત્યારે બંને ટીમ ઈન્દોર થી ખાસ વિમાન મારફત રાજકોટ પહોંચશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ બે વનડે માટે ટીમ અલગ છે ત્યારે રાજકોટમાં ત્રીજી વનડે માટે ફુલ ટીમ હોવાથી રોહિત શર્મા, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા અલગ થી મુંબઈ થી રાજકોટ આવશે. આ ખેલાડીઓ ત્રીજી વનડે જ રમશે તેથી તેઓ હાલ ટીમ સાથે જોડાયા નથી. આ સિરીઝ વર્લ્ડ કપ પૂર્વે અંતિમ સિરીઝ છે જેમાં ટીમ ઈંડિયાને સંપૂર્ણ પ્રેક્ટિસ પણ મળી રહેશે.

રોહિત-વિરાટ માટે ખાસ પ્રેસીડેન્સીયલ સ્યુટ હાર્દિક તથા કોચ દ્રવીડને એકઝીકયુટીવ રૂમ
હોટલ સયાજીમાં ભારતીય ક્રિકેટરોનું સ્વાગત ગોલ્ડન કલરનાં ખાસ ‘ખેસ’ પહેરાવીને કરાશે: રેડ કાર્પેટ પાથરાશે
રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે 27મીએ રમાનારા વન-ડે મેચ પૂર્વે બન્ને ટીમોનું સોમવારે આગમન થવાનું છે. બન્ને ટીમો ખાનગી વિમાનમાં એક સાથે આવશે. પરંતુ રોકાણ જુદી જુદી હોટેલોમાં રહેશે. બન્ને હોટેલો પણ ખેલાડીઓને આવકારવા માટે સજજ બની છે. અને અનેકવિધ તૈયારીઓ કરવામાં આવી છે. ભારતીય ટીમનું રોકાણ કાલાવડ રોડ પરની હોટેલ સયાજીમાં છે.હોટેલને અત્યારથી ભારતીય ક્રિકેટરોનાં ફોટા-હોર્ડીંગોથી સજાવી દેવામાં આવી છે. ક્રિકેટરો તથા ક્રિકેટ ઓફીશીયલ્સ માટે તમામ 76 રૂમ બુક થયેલા છે અર્થાત આખી હોટેલ 25 થી 28 મીની સાંજ સુધી ક્રિકેટ ટીમ માટે જ રીઝર્વ રહેશે અને અન્યોને પ્રવેશ આપવામાં આવનાર નથી.

ભારતીય ટીમના કેપ્ટન રોહીત શર્મા તથા વિરોટ કોહલી માટે પ્રેસીડેન્સીયલ સ્યુટ રાખવામાં આવ્યા છે અને તેમાં પણ ક્રિકેટ થીમ પર ખાસ સજાવટ છે કોચ રાહુલ દ્રવીડ તથા વાઈસ કેપ્ટન હાર્દિક પંડયા માટે એકઝીકયુટીવ રૂમ રહેશે જયારે અન્ય ખેલાડીઓ ઓફીશ્યલ માટે પ્રિમીયમક રૂમો રાખવામાં આવ્યા છે. હોટલ સયાજીના ડાયરેકટર ઉર્વેશ પુરોહિતે જણાવ્યું હતું કેસોમવારે બપોરે ક્રિકેટરો આવે ત્યારે રેડકાર્પેટ સ્વાગત કરવામાં આવશે ઉપરાંત તમામ ખેલાડીઓને તેમના ફોટા સાથેનાં ખેસથી આવકારાશે ફુલહારને બદલે ખાસ તૈયાર કરાયેલા ગોલ્ડન કલરનાં ખેસથી આવકારાશે ખાસ વેલકમ ડ્રીંકસ તૈયાર કરવામાં આવ્યુ છે.

ઓસ્ટ્રેલીયન કપ્તાન કમીન્સને ફોર્ચ્યુન હોટેલમાં પ્રેસીડેન્સીયલ સ્યુટ: સ્વાગતની ખાસ તૈયારી
100 એમબીપીએસ વાઈ-ફાઈ સ્પા-જીમ-સ્વીમીંગ પુલ વગેરે ખાસ સુવિધા
ઓસ્ટ્રેલીયન ક્રિકેટ ટીમનું રોકાણ દોઢસો ફૂટ પરની હોટેલ ફોર્ચ્યુનમાં રહેવાનું છે અને જયાં પણ ઓસ્ટ્રેલીયન ટીમને આવકારવા માટેની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. હોટેલ મેનેજમેન્ટનાં સુત્રોએ કહ્યું કે ઓસ્ટ્રેલીયન કપ્તાન પેટ કમીન્સને 8માં માળે પ્રેસીડેન્સીયલ સ્યુટ ફાળવવામાં આવ્યો છે. હોટેલમાં 120 એમપીબીસ વાઈફાઈ સુવિધા અપાશે. ઉપરાંત ખેલાડીઓ માટે જીમ, સ્પા તથા સ્વીમીંગ પુલની સુવિધા રહેશે.

હોટેલની બહાર તથા અંદર ખેલાડીઓનાં ફોટા સાથે સજાવેલા હોર્ડીગ અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ક્રિકેટરોનાં આગમન વખતે ખાસ પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવશે.

ભારતીય ટીમના મેનુમાં ગુજરાતી વાનગીઓ નાસ્તામાં જલેબી-ગાંઠીયા-ઢોકળા પીરસાશે
લંચ-ડીનરમાં અસ્સલ ગુજરાતી સબ્જી, પુરણપોળી, લચકો સહિતની વાનગીઓ હશે
દેશવિદેશના મહેમાનો હોય કે કોઈપણ ક્ષેત્રના મહાનુભાવો-સેલીબ્રીટીઝ હોય, કાઠીયાવાડી મહેમાનગતિ જાણીતી છે જ. સોમવારે રાજકોટ આવનારા ભારતીય ક્રિકેટરોને પણ કાઠીયાવાડી ભોજનથી માંડીને મહેમાનગતીનો પરિચય કરાવવામાં આવશે.

હોટલ સયાજીમાં રોકાનાર ભારતીય ટીમને નાસ્તા-લંચ તથા ડીનરના મેનુમાં ગુજરાતી-કાઠીયાવાડી વાનગીઓને પ્રાથમીકતા આપવામાં આવી છે. નાસ્તામાં જલેબી, ગાંઠીયા, ઢોકળા જેવી ચીજો રાખવામાં આવનાર છે.

લંચ-ડીનરમાં કોન્ટીનેન્ટલ મેનુની સાથોસાથ પુરણપોળી, ગુજરાતની પરંપરાગત મીઠાઈ, ફુલકા રોટી, અસ્સલ ગુજરાતી સ્વાદ ધરાવતી સબ્જીનો રસથાળ હશે. ડીનરમાં પણ જુદી-જુદી વાનગીઓ ઉપરાંત કઢી-ખીચડી વગેરે સામેલ હશે. પરંપરાગત ગુજરાતી મીઠાઈમાં ખાસ લચકો તૈયાર કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલીયન ખેલાડીઓ માટે ખાસ મેનુ
વિવિધ પ્રકારનાં ઈન્ટરનેશનલ ચીઝ, મલ્ટીગ્રેઈન બ્રેડ, ગ્રીક દહી, પાસ્તા વગેરે વાનગી પીરસાશે
ઓસ્ટ્રેલીયન ક્રિકેટરો માટે હોટેલ ફોર્ચ્યુનમાં ખાસ મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં ખેલાડીઓને વિવિધ પ્રકારની રાષ્ટ્રીય-આંતર રાષ્ટ્રીય વાનગીઓ પીરસવામાં આવશે. વિવિધ પ્રકારનાં ઈન્ટરનેશનલ ચીઝ, મલ્ટીગ્રેન બ્રેડ, પ્રોટીન બાર, ઓછુ ફેટ ધરાવતાં ગ્રીક દહી, પાસ્તા, વેગન ફૂડ, વગેરે પણ પીરસવામાં આવશે. આ સિવાય સ્પાર્કલીંગ વોટર, જયુસ, લસ્સી વગેરે પણ મેનુમાં સામેલ કરવામાં આવ્યા છે. મેચના દિવસે મેદાનમાં ખેલાડીઓને ભોજન પણ હોટેલ દ્વારા આપવામાં આવનાર છે. અને તેના મેનુમાં પણ અનુરૂપ વાનગીઓ રહેશે.

પીચ કયુરેટર પ્રકાશ ઓધર્વનુ આગમન: મેદાનનું નિરીક્ષણ
રાજકોટની ટીમ બેટીંગ ફ્રેન્ડલી જ રહેતી હોય છે. રનના ઢગલા-મોટા સ્કોર માટે જાણીતી છે. પીચ કયુરેટર એવા વડોદરાના પ્રકાશ ઓધર્વનું આજે આગમન થઈ ગયુ હતું. મેદાનનું તેઓએ નિરીક્ષણ કર્યુ હતું. બેટીંગ ક્રિકેટ રહેવાના સંકેત છે.

Related News

Advertisement
Advertisement
Advertisement