મેળાઓમાં ગીરદીનો લાભ લઈ મોબાઈલ ચોરતો રોહીતને ક્રાઈમ બ્રાંચે પકડયોે

23 September 2023 05:36 PM
Rajkot Crime
  • મેળાઓમાં ગીરદીનો લાભ લઈ મોબાઈલ ચોરતો રોહીતને ક્રાઈમ બ્રાંચે પકડયોે

સૌરાષ્ટ્રભરમાંથી મોબાઈલ ચોરીને અંજામ આપ્યા’તા: રૂ।.66 ચોરાઉ મોબાઈલ મળી રૂ।6 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

રાજકોટ,તા.23 : મેળાઓમાં ગીરદીનો લાભ લઈ મોબાઈલ-1 ચોરતા રોહીત મકવાણા નામના શખ્સને શાસ્ત્રીમેદાન સામેથી દબોચી 6 ચોરાઉ મોબાઈલ કબ્જે કર્યો હતાં.પ્રાપ્ત વિગત મુજબ, ક્રાઈમ બ્રાંચ પી.આઈ.વાય.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ, કે.ડી.પટેલ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં.

ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ પઢાડીયા સંજય દાફડાને મળેલ ચોકકસ બાતમીના આધારે શાસ્ત્રીમેદાન સામે કુંડલીયા કોલેજ પાસેથી છ ચોરાઉ મોબાઈલ રૂ।.66 હજારના મુદ્દામાલ સાથે રોહીત છઠ્ઠા મકવાળા (ઉ.વ.19) રહે કોટડારોડ, ગોંડલ) ને દબોચી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આરોપીએ છેલ્લા એક મહીનાની અંદર વાંકાનેર નજીક રહાળેબરના મેળામાંથી, બે મોરબી પાસે જડેશ્ર્વરના મેળામાંથી 1 બાબરાના મેળામાંથી એક સહીત છ ચોરાઉ મોબાઈલ ચોર્યાનું કબુલ્યું હતું.

ચોરાઉ મોબાઈલ સાથે બિહારી શખ્સ ગોંડલ ચોકડી પાસેથી ઝડપાયો
ગોંડલ ચોકડી પાસેથી આવેલ શિવ હોટલ પાસેથી ભુટન પરમેશ્ર્વર દાસ (ઉ.વ.25) (રહે.મારૂતી સી.એન.જી.પંપની પાછળ શાપર) નામના બિહારી શખ્સને ક્રાઈમ બ્રાંચની ટીમે ચોરાઉ મોબાઈલ સાથે ઝડપી પાડયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement