ભાવનગર જિલ્લામાં અડધાથી સવા ઇંચ વરસાદ

23 September 2023 06:36 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગર જિલ્લામાં અડધાથી સવા ઇંચ વરસાદ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.23 : ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા ઝાપટા થી લઈ સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. આજે સાંજે ભાવનગર શહેરમાં વરસાદનું જોરદાર ઝાપટું વસી ગયું હતું.  જેસરમાં સવા ઇંચ પાલીતાણામાં અને ભાવનગર શહેરમાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ દિવસ ભર હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા.

આજે સાંજના છ વાગ્યા સુધીમાં ભાવનગર જિલ્લામાં વલભીપુરમાં 6 મી.મી. ઉમરાળા 7 મી.મી., ભાવનગર શહેર 16 મી.મી.સિહોર 1 મિ.મી. ગારીયાધાર 2 મી.મી. પાલીતાણા 12 મી.મી.તળાજા 3 મી.મી. અને જેસર માં 29 મી.મી.વરસાદ નોંધાયો છે.

આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 33.3 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 26.0 ડિગ્રી રહેવા પામ્યું હતું .વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 % રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 12 કી.મી .પ્રતિ કલાકની રહી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement