ઇન્દોર વન-ડેમાં ભારતની ભવ્ય જીત : હવે રાજકોટ મેચમાં ઓસીઝને ‘વ્હાઇટવોશ’ કરવાનો ટાર્ગેટ

25 September 2023 10:41 AM
India Sports World
  • ઇન્દોર વન-ડેમાં ભારતની ભવ્ય જીત  : હવે રાજકોટ મેચમાં ઓસીઝને ‘વ્હાઇટવોશ’ કરવાનો ટાર્ગેટ
  • ઇન્દોર વન-ડેમાં ભારતની ભવ્ય જીત  : હવે રાજકોટ મેચમાં ઓસીઝને ‘વ્હાઇટવોશ’ કરવાનો ટાર્ગેટ
  • ઇન્દોર વન-ડેમાં ભારતની ભવ્ય જીત  : હવે રાજકોટ મેચમાં ઓસીઝને ‘વ્હાઇટવોશ’ કરવાનો ટાર્ગેટ
  • ઇન્દોર વન-ડેમાં ભારતની ભવ્ય જીત  : હવે રાજકોટ મેચમાં ઓસીઝને ‘વ્હાઇટવોશ’ કરવાનો ટાર્ગેટ
  • ઇન્દોર વન-ડેમાં ભારતની ભવ્ય જીત  : હવે રાજકોટ મેચમાં ઓસીઝને ‘વ્હાઇટવોશ’ કરવાનો ટાર્ગેટ

♦ ઓસ્ટ્રેલીયન બોલીંગના ચિથરા ઉડાડતા ભારતીય બેટરો

♦ ગીલ-ઐયરની સદી તથા સુર્યકુમારની સ્ફોટક ઇનિંગ : કેપ્ટન રાહુલ ફુલ ફોર્મમાં-વધુ એક અર્ધી સદી : 3-3 વિકેટ સાથે અશ્વિન-જાડેજા બોલીંગમાં ઝળકયા : ભારતનો 99 રનથી વિજય

ઇન્દોર, તા. 25
ઓસ્ટ્રેલીયાને સળંગ બીજા એકદિવસીય મેચમાં પરાસ્ત કરીને ભારતે ત્રણ મેચોની શ્રેણી પર કબ્જો મેળવી લીધો છે હવે ત્રીજો મેચ રાજકોટમાં તા. 27મીને બુધવારે રમાશે જે શ્રેણીમાં તથા વર્લ્ડકપ પૂર્વેનો અંતિમ હોવાથી મનોબળ વધારવા માટે બંને ટીમો એડીચોટીનું જોર લગાવશે. ભારત ઓસ્ટ્રેલિયાનો વ્હાઇટવોશના ઇરાદાથી ઉતરશે.

ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારતીય બેટરોએ રનોનો વરસાદ કર્યો હતો. કાંગારૂઓ સામે 99 રન (ડકવર્થ લુઇસ) થી ભવ્ય જીત થઈ હતી. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0ની જીતી હતી. હવે રાજકોટમાં ત્રીજી વનડે માટે વ્હાઈટવોશ માટે ટીમ ઇન્ડિયા ઉતરશે. ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારતીય ટીમે પોતાનો અજેય રેકોર્ડ જાળવી રાખ્યો છે. આ મેદાન પર ભારતીય ટીમની આ સતત 7મી જીત છે.

રવિવારે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 399 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને 400 રનના ટાર્ગેટનો પીછો કરવાનો હતો, પરંતુ વરસાદના કારણે તેને ડકવર્થ લુઈસ મેથર્ડ (ઉકજ) તરફથી 33 ઓવરમાં 317 રનનો સુધારેલ ટાર્ગેટ મળ્યો હતો. જેનો ચેઝ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 28.2 ઓવરમાં 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રેયસ અય્યર પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

વરસાદના કારણે બે વખત રમત બંધ કરવામાં આવી હતી
સિરીઝની બીજી મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. આ મેચની બંને ઇનિંગ્સમાં વરસાદ પડ્યો હતો. ભારતીય ઇનિંગ્સ દરમિયાન પ્રથમ વખત વરસાદ પડ્યો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન પણ વરસાદના કારણે મેચ રોકવી પડી હતી. આવી સ્થિતિમાં અમ્પાયરોએ ઓસ્ટ્રેલિયાને ડી/એલ મેથડ થી શોર્ટ ટાર્ગેટ આપ્યો હતો.

ચાર બેટરોએ કાંગારૂઓની ધોલાઈ કરી
ગિલે આ વર્ષની 5મી ODI સદી ફટકારી.ઓપનિંગ
બેટ્સમેન શુભમન ગિલે તેની ODI કરિયરની છઠ્ઠી સદી ફટકારી. તેણે આ વર્ષની તેની 5મી ODI સદી ફટકારી. ગિલ 104 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 97 બોલમાં 107.21ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા.

88 બોલમાં ઐય્યરની સદી
ત્રીજા નંબર પર રમવા આવેલા શ્રેયસ અય્યરે પોતાની ODI કરિયરની ત્રીજી સદી ફટકારી હતી. તે 90 બોલમાં 105 રન બનાવીને આઉટ થયો હતો. અય્યરની ઇનિંગ્સમાં 11 ફોર અને 3 સિક્સ સામેલ હતી.

સૂર્યાની સતત બીજી ફિફ્ટી.સૂર્યકુમાર
યાદવે સતત બીજી મેચમાં ફિફ્ટી ફટકારી હતી. સૂર્યાની આ ચોથી વનડે અડધી સદી છે. તેણે 72 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે 37 બોલમાં 194.59ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. સૂર્યાના દાવમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે.

કેપ્ટન રાહુલની અડધી સદીની ઇનિંગ
કેપ્ટન કેએલ રાહુલે અડધી સદીની ઇનિંગ રમી હતી. તેણે તેની ODI કારકિર્દીની 15મી અડધી સદી ફટકારી હતી. રાહુલ 52 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 38 બોલમાં 136.84ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. રાહુલની ઇનિંગમાં 3 ફોર અને 3 સિક્સ સામેલ હતી

ગિલ-અય્યરની 200 રનની ભાગીદારી
16 રનમાં ગાયકવાડની વિકેટ ગુમાવ્યા બાદ ગિલ અને અય્યરે 200 રનની ભાગીદારી કરી હતી. બંનેએ બીજી વિકેટ માટે 164 બોલમાં 200 રન જોડ્યા હતા. આ ભાગીદારી સીન એબોટે તોડી હતી.

પ્રસિદ્ધ કૃષ્ણાએ કાંગારૂઓને શરૂઆતી ઝટકો આપ્યો હતો : બે બોલમાં બે વિકેટ ઝડપી
400 રનના લક્ષ્યનો પીછો કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી. દસ રનની અંદર ટીમના બે બેટ્સમેન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. ભારતના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ મેથ્યુ શોર્ટ અને સ્ટીવ સ્મિથને બે બોલમાં આઉટ કર્યા હતા.

પાવરપ્લે- ઓસ્ટ્રેલિયાની નબળી શરૂઆત
જવાબી ઇનિંગ્સમાં કાંગારૂઓએ મિશ્ર શરૂઆત કરી. 9 રનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ વોર્નર-લાબુશેને ટીમની વિકેટ પડવા દીધી ન હતી. પ્રથમ 10 ઓવરની રમતમાં ઓસ્ટ્રેલિયન ટીમે બે વિકેટે 63 રન બનાવ્યા હતા.

ડેવિડ વોર્નરની 30મી ફિફ્ટી
ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે સંયમ સાથે બેટિંગ કરી હતી. તેણે તેની ODI કારકિર્દીની 30મી ફિફ્ટી ફટકારી. વોર્નર 39 બોલમાં 53 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 135.90ના સ્ટ્રાઈક રેટથી 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી રન બનાવ્યા.

મેચ રેકોર્ડ્સ અને રસપ્રદ તથ્યો
ઓસ્ટ્રેલિયા સામે ભારતનો સર્વોચ્ચ સ્કોર : ભારતે ઓસ્ટ્રેલિયા સામે 399 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા સામે વનડે ક્રિકેટમાં ભારતનો આ સૌથી મોટો સ્કોર છે. આ પહેલા ભારતીય ટીમે 2013માં બેંગલુરુમાં 383 રન બનાવ્યા હતા.

ઈન્દોરમાં સતત 7મી જીત
ભારતીય ટીમે ઈન્દોરના હોલકર ગ્રાઉન્ડ પર પોતાનું અજેય અભિયાન જારી રાખ્યું છે. ટીમ અહીં એક પણ વનડે હાર્યું નથી. ભારતીય ટીમ આ મેદાન પર 7 વનડે રમી ચુકી છે. કે.એલ.રાહુલની કપ્તાનીમાં સતત 6મી જીત ભારતીય ટીમે કેએલ રાહુલની કપ્તાનીમાં સતત 6મી જીત હાંસલ કરી છે. તેણે 9 વનડેમાં ટીમની કેપ્ટનશીપ કરી છે.

સ્કાયનો રેકોર્ડ
સૂર્ય કુમાર યાદવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે એક જ ઓવરમાં સૌથી વધુ ચાર બોલમાં ચાર છગ્ગા ફટકારનાર સૌપ્રથમ ભારતીય બેટર બન્યો. કેમરોન ગ્રીનની ઓવરમાં પ્રથમ ચાર બોલમાં ચાર છગ્ગા ફટકાર્યા


Related News

Advertisement
Advertisement
Advertisement