(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.25
વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે આવેલ કારખાનામાં ગણપતિ વિસર્જન માટે ગામ પાસે આવેલ તળાવ ખાતે ગણેશ વિસર્જન સમયે એક યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું.
રાતાવીરડા ગામે રહેતા જગદીશભાઈ ભુરાભાઈ જોશી (22) નામનો યુવાન રાતાવિરડા ગામે આવેલ તળાવના પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજતા હેડ કોસ્ટેબલ જસપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રાતાવીરડા પાસે આવેલ લાટો સીરામીકમાં ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને તે ગણેશ વિસર્જન સમયે ગામના તળાવમાં ડૂબી જવાથી જગદીશભાઈ જોશીનું મોત નિપજ્યું છે આ અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
એસિડ પી ગઈ
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે રેસા સીરામીકમાં અંજલી અરવિંદભાઈ પરમાર (13) નામની બાળકી કોઈ કારણોસર એસિડ પી જતા રાજકોટ ખસેડવામાં આવી છે. બનાવની વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.