પ્રભાસપાટણ,તા.25
પ્રભાસ પાટણ મુકામે મોટા કોળી સમાજ દ્વારા રામદેવપીર મહારાજના ધ્વજા રોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમા રામદેવપીર મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે આ શોભાયાત્રા રામદેવપીરના મંદિરે થી કાઢવામાં આવશે અને શહેરના મુખ્ય માર્ગો ઉપર થી કાઢવામાં આવશે અને શોભાયાત્રાના રૂટમા જે મંદરો આવશે ત્યાં ધ્વજા ચઢાવવામાં આવશે શોભાયાત્રામા કોળી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાશે અને ડી જેના તાલે રાશ ગરબા અને દાંડીયા રાસની રમઝટ બોલાવશે તેમજ શોભાયાત્રા ના રૂટ મા ચા પાણી ઠંડા પીણા અને નાસ્તા નો સ્ટોલ રાખવામાં આવશે અને 4 થી 7 સુધી મહાપ્રસાદ નુ આયોજન કરવામાં આવેલ જેમા સમાજના 25 હજાર થી વધુ લોકો લાભ લેશે આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમાજના પ્રમુખ ઉકાભાઇ ગઢીયા ના માર્ગદર્શન હેઠળ સમાજ ના આગેવાનો અને યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.