માણાવદર,તા.25
માણાવદરમાં આવેલી શૈશવ સ્કૂલ અભ્યાસની સાથે બાળકોમાં સંસ્કૃતિનું આરોપણ થાય, દેશપ્રત્યે ભકિત જાગે અને ધાર્મિકભાવના, કલાભાવના ઉદીપન થાય તે માટે ત્યાંના વૈચારિક-બુદ્ધિ સંપન્ન શિક્ષકો દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરી સાંસ્કૃતિક માનવનું નિર્માણ કરવા કટિબદ્ધ છે.આ શાળાના 13 વર્ષના બાળકલાકારો ચિત્રો પ્રતિ અભિરૂચિ કેળવી માહેરતા પ્રાપ્ત કરી છે. અને તેમણે વિવિધ વિષયોને ફોકસ કરતાં ચિત્રો બનાવી નામના મેળવી છે. તેમનું નામ છે દેવકુમાર વસંતભાઈ જાદવ આ બાળ કલાકારની આંતરશકિતથી પ્રેરાઈને તાજેતરમાં શૈશવ શાળાનાં સ્થાપકો તથા શિક્ષકગણોએ દેવકુમારનું જાહેર અભિવાદન સાથે દબદબાપુર્વકનું સન્માન કરીને તેમની કલાને બિરદાવી હતી.અને ભવિષ્યના એક સારા ચિત્રકાર તરીકે તે ઉપસી આવી ભારતનું નામ રોશન કરે તેવા શુભસંદેશા પાઠવ્યા હતાં.