વેરાવળની ચોકથી કોલેજના વિદ્યાર્થીઓ રાજયકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો

25 September 2023 11:57 AM
Veraval
  • વેરાવળની ચોકથી કોલેજના વિદ્યાર્થીઓ રાજયકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો

વેરાવળ,તા.25

વેરાવળની ચોક્સી કોલેજના વિધાર્થીઓ રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધાઓમા ભાગ લઇ ચોકસી કોલેજનું ગૌરવ વધારનાર છે. સોમનાથ એજ્યુકેશન સોસાયટી સંચાલિત ચોક્સી આર્ટ્સ અને કોમર્સ કોલેજ વેરાવળ એન.એસ.એસ. યુનિટના વિધાર્થીઓ સ્ટેટ એન.એસ. એસ.ડે ની ઉજવણી નિમિત્તે યોજાયેલ રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે વિસવાડીયા રવિ, અપારનાથી દ્રષ્ટિ અને ચાવડા દિપાલી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢની ટીમમાં પસંદગી પામી સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિધાનગર ખાતે ભાગ લેનાર છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જુનાગઢમાં ખડક ચઢાણ બેઝિક કોર્ષની તાલીમમનું આયોજન સ્ટે એન.એસ.એસ.સેલ ગાંધીનગર દ્રારા કરવામાં આવેલ જેમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢની ટીમમાં પસંદગી પામી કુહાડા પ્રીતિ લખમભાઈ ખડક ચઢાણ બેઝિક કોર્ષની તાલીમમાં ભાગ લઈ રહ્યા છે.


Advertisement
Advertisement
Advertisement