(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.25
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલ દુકાન પાસે પોલીસે જુગારની રેડ કરતાં જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી, સ્થળ ઉપરથી પોલીસ દ્વારા ત્રણ જુગારીઓને પકડીને તેની પાસેથી 23,300 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતા વિનાભાઈ કેશાભાઈ કોળીની દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી જોકે, સ્થળ ઉપરથી પોલીસે હરેશભાઈ સોમાભાઈ ભુસડીયા કોળી (25), ભરતભાઈ ગોવિંદભાઈ રાઠોડ કોળી (35), મીઠાભાઈ પાંચાભાઇ મકવાણા કોળી (40) રહે. ત્રણેય મેસરીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 15,300 ની રોકડ તથા 8000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 23,300 ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો છે જોકે, પોલીસને જોઈને નાસી છૂટેલા જુગારીઓમાં શામજીભાઈ સોમાભાઈ કોળી, ધનાભાઈ ગેલાભાઈ કોળી, વિનાભાઈ કેસાભાઈ કોળી અને હસમુખભાઈ દેવગુણભાઈ કોળી સમાવેશ થતો હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.